દારૂના નશામાંચૂર કોંગી નેતા/ વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલની કરાઈ ધરપકડ, કરજણ પોલીસ વિરૂદ્ધ દારૂના વેચાણનો આક્ષેપ

સતિમાતા હોટલના પાર્કિંગ માંથી દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ મળી આવ્યો હતો.

Top Stories Gujarat Vadodara
નશામાંચૂર
  • વાહન ચેકિંગ દરમ્યાન પોલીસના હાથે ઝડપાયો
  • કરજણ હાઇવે પર પોલીસે ભૌમિકને પકડ્યો
  • નશામાંચૂર કોંગી નેતાની કરાઈ ધરપકડ

દારૂના નશામાં ચકનાચૂર થયેલ હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલને કરજણ પોલીસે ઝડપ્યો છે. ઉલ્લેખનીય છે કે કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ભરથાના ટોલ પ્લાઝા પાસે કરજણ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન ભરૂચથી વડોદરા તરફ આવતી એક કારે અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી હંકારી દેતા પોલીસે તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન લાકોદરા પાટિયા પાસે આવેલ એક હોટલના પાર્કિંગમાંથી દારૂના નશામાં ચકનાચૂર હાલતમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલ નશામાંચૂર મળી આવ્યો હતો. પોલીસે દારૂના નશામાં ચુર નેતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે,  ટોલ પ્લાઝા પાસે વાહન ચેકીંગ દરમિયાન ભરૂચ તરફથી વડોદરા તરફ GJ 6 IC 0832 નંબરની સફેદ કાર અચાનક પરત સુરત તરફ યુ ટર્ન મારી  હંકારી દેતા પોલીસને શક જતા પોલીસે પીછો કર્યો હતો.

ભૌમિક પટેલે ફેસબુક પર કરજણ પોલીસ સામે આક્ષેપ કર્યા છે. પોલીસ અને MLA વિરુદ્ધ ખુલ્લેઆમ દારૂ વેચાણના ભૌમિક પટેલે આક્ષેપો કર્યા છે. હાલમાં કરજણ પોલીસે આ મામલે પ્રોહીબિશન કલમ – ૬૬ (૧) બી. મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ભૌમિક પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર કરજણ પોલીસ અને MLA વિરૂદ્ધ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, ‘કરજણના દેશી દારૂવાડા પાસે પોલીસ ભરણ લે છે. કરજણમાં દેશી દારૂનો ધંધો કરજણ પોલીસ સ્ટેશનના મદદથી થાય છે.’

આ પણ વાંચો:રેફરલ હોસ્પિટલમાં પાણી ભરતા 500 થી વધુ દર્દીઓ પરેશાન, જાણો શું કહ્યું દર્દીના સગાઓએ

આ પણ વાંચો:આદિવાસી સમુદાયનું પ્રભુત્વ ધરાવતી દાંતા વિધાનસભા બેઠકનું સમીકરણ

આ પણ વાંચો:રેવાએ બદલેલા પ્રવાહથી અંકલેશ્વરની હજારો એકર જમીનનું થઈ રહ્યું છે ધોવાણ