gujarat lok sabha election 2024/ બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા

બનાસકાંઠામાં ગુલાબસિંહ હસીનું પાત્ર બન્યા છે. ગેનીબેનનો પ્રચાર કરવા જતા ગુલાબસિંહ પશુપાલકોને લઈને સવાલ પૂછતા પોતે જ ભોંઠા પડ્યા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 08T125241.521 બનાસકાંઠામાં ગેનીબેનનો પ્રચાર કરતા ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા

બનાસકાંઠામાં ગુલાબસિંહ હસીનું પાત્ર બન્યા છે. ગેનીબેનનો પ્રચાર કરવા જતા ગુલાબસિંહ રાજપૂત પશુપાલકોને લઈને સવાલ પૂછતા પોતે જ ભોંઠા પડ્યા. લોકસભા ચૂંટણીમાં ગેનીબેનના પ્રચાર કરવા ગયેલ ગુલાબસિંહ રાજપૂત હાસ્યનું પાત્ર બન્યા છે. ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીએ આપેલ નફા અંગે સવાલ પૂછયો હતો. તેમણે પશુપાલકોને પૂછયું હતું કે કોઇને દુધનો વધારો આવ્યો હોય તો કહો ત્યારે એક પશુપાલકે કહ્યુ અમને તો નફો મળ્યો છે. મહત્વનું છે કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરીઓમાંની એક છે. અમૂલ બાદ બનાસ ડેરી રાજ્યની વિકસિત ડેરીમાંની એક છે. ગત વર્ષે પશુપાલોકોને 1600 કરોડનો નફો થયો હોવાનો બનાસડેરીએ જાહેર કર્યો હતો. જ્યારે ગુલાબસિંહનું કહેવું છે કે બનાસ ડેરીએ આ બાબતે નફો જાહેર કર્યો નથી તેમ પશુપાલકને પુછતા તેમણે કહ્યું કે મને ડેરીએ નફો આપ્યો છે. બનાસડેરી અને પશુપાલક મુદ્દે ગુલાબસિંહ રાજપૂત ખોટો પ્રચાર કરતા હોવાનું એક જાહેર કાર્યક્રમમાં સામે આવતા ભોંઠા પડ્યા હતા.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપ પક્ષ તરફ લોકોનું વધારે વલણ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પરશોત્તમ રૂપાલાના નિવેદને બાજી બગાડતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓની પણ રૂપાલાની જેમ જીભ લપસી જતી હોવાનો કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનના સમર્થનમાં પ્રચાર કરવા ગયેલ ગુલાબસિંહ રાજપૂત ભ્રામક પ્રચાર કરવાનું સામે આવતા હાંસીનું પાત્ર બન્યા છે. આ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં કદાચ બનાસકાંઠા એવી બેઠક હશે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ