Not Set/ કિમ જોંગે અમેરિકા પર ઉચ્ચારી ધમકી, કહ્યું, “પ્રતિબંધ ન હટાવવામાં આવે તો શરુ કરીશું એટોમિક બોમ્બનું ઉત્પાદન”

સોલ, નોર્થ કોરિયા છેલ્લા કેટલાક મહિનાઓથી પરમાણુ નિઃશસ્ત્રીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે અચાનક જ તેઓ દ્વારા અમેરિકા પર નિશાન સાધવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, અમેરિકાએ લગાવેલા સખ્ત પ્રતિબંધ હટાવવામાં નહી આવે તો તેઓ પોતાના જૂની પરમાણુ નિઃશસ્ત્રીકરણની નીતિને અપનાવશે અને હથિયાર બનાવવાનું શરુ કરી દેશે. ચાલુ […]

Top Stories India Trending
160517174943 donald trump kim jong un composite exlarge 169 કિમ જોંગે અમેરિકા પર ઉચ્ચારી ધમકી, કહ્યું, "પ્રતિબંધ ન હટાવવામાં આવે તો શરુ કરીશું એટોમિક બોમ્બનું ઉત્પાદન"

સોલ,

નોર્થ કોરિયા છેલ્લા કેટલાક મહિનાઓથી પરમાણુ નિઃશસ્ત્રીકરણનો દાવો કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે અચાનક જ તેઓ દ્વારા અમેરિકા પર નિશાન સાધવામાં આવ્યું છે.

દક્ષિણ કોરિયા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, અમેરિકાએ લગાવેલા સખ્ત પ્રતિબંધ હટાવવામાં નહી આવે તો તેઓ પોતાના જૂની પરમાણુ નિઃશસ્ત્રીકરણની નીતિને અપનાવશે અને હથિયાર બનાવવાનું શરુ કરી દેશે.

ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં શાંતિનો ફેલાવવા માટેનો પ્રયાસ કરતા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને ઘોષણા કરી હતી કે, “તેઓના દેશની નાભિકીય જરૂરિયાતો પૂર્ણ થઇ ગઈ છે”.

કિમ જોને કહ્યું હતું કે, હવે દેશ સોશલિસ્ટ ઈકોનોમીના નિર્માણ માટે કામ કરશે, પરંતુ વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, જો અમેરિકા પોતાના દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને બદલશે નહિ તો પ્યોંગયાંગ પોતાની જૂની જ નીતિઓ તરફ ફરી શકે છે”.

ટ્રમ્પ સાથેની મુલાકાતમાં કિમે કરી હતી આ ઘોષણા

મહત્વનું છે કે, ચાલુ વર્ષના જુન મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગની મુલાકાત થઇ હતી, ત્યારે  નોર્થ કોરિયા દ્વારા પરમાણુ નિઃશસ્ત્રીકરણનો દાવો કરવામાં આવ્યો હતો.