Not Set/ તરન તારન બ્લાસ્ટ, સુખબીરસિંહ બાદલ પર આતંકી હુમલાનું હતું કાવતરું

પંજાબના તરન તારનમાં ગયા મહિને થયેલ બોમ્બ વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓનું નિશાન અકાલી દળના વડા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલ હતા. સુખબીર બાદલના અમૃતસર પ્રવાસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવાનનું આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગત સપ્તાહે શુક્રવારે 5 સપ્ટેમ્બરના રોજ તરન તારન બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી […]

Top Stories India
sukhbir singh badal તરન તારન બ્લાસ્ટ, સુખબીરસિંહ બાદલ પર આતંકી હુમલાનું હતું કાવતરું

પંજાબના તરન તારનમાં ગયા મહિને થયેલ બોમ્બ વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે. આતંકીઓનું નિશાન અકાલી દળના વડા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુખબીરસિંહ બાદલ હતા. સુખબીર બાદલના અમૃતસર પ્રવાસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ કરવાનનું આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ગત સપ્તાહે શુક્રવારે 5 સપ્ટેમ્બરના રોજ તરન તારન બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી ગુરજંત સિંહની ધરપકડ કરી હતી. આ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે મુખ્ય આરોપી ઘાયલ થયો હતો.

કાવતરું કેમ ઘડવામાં આવ્યું હતું.

આતંકીઓ, પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબના અપમાન અને અને ત્યારબાદ પોલીસ દ્વારા  વિરોધ કરનારા પર ગોળીબારને સુખબિરસિંહ બાદલનું કાવતરું ગણાવી રહ્યા છે. આને કારણે જ તેમણે સુખબીર પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

આ ઘટનાને અંજામ આપવા માટે આતંકીઓએ  તરન તારનના પાંડોરા ગોલા ગામે ખાલી પ્લોટમાં બોમ્બ દબાવ્યો હતો, પરંતુ બોમ્બને બહાર કાઢતાં તે ફૂટ્યો હતો. આ બ્લાસ્ટમાં બે આતંકીઓ સ્થળ પર જ માર્યા ગયા હતા.

સુખબીરસિંહ બાદલ પર આતંકવાદી હુમલાના ષડયંત્ર પાછળનું મુખ્ય કારણ પંજાબમાં ગુરુ ગ્રંથ સાહિબનું  અપમાન અને તેના પછીના વિરોધીઓ પર પોલીસ ગોળીબારને  માનવામાં આવી રહ્યું છે. આતંકીઓ અકાલી દળના નેતાને આ ગોળીબાર માટે કાવતરું ગણે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 તરન તારન બ્લાસ્ટ, સુખબીરસિંહ બાદલ પર આતંકી હુમલાનું હતું કાવતરું

“MantavyaNews” એપ્લિકેશન. Click    

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.