Halloween Day/ એક નહીં, બે વખત છે આ મહિને પૂનમ, “હંટર્સ મૂન”ની ફીનોમિનન ઘટના પણ મળશે જોવા

પ્રકૃતિ સાથે તો પ્રેમ કોને ન હોય ?  અને ખગોળવિજ્ઞાનનાં પ્રેમી માટે તો આ અવસર કહી શકાય. જી હા, આ વખતે બે દિવસ પૂર્ણિમા તિથિ છે. તેમાં પણ 31મી ઓક્ટોબરનો દિવસ ખગોળકીય ઘટના માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે પાશ્ચાત્ય દેશોમાં હેલોવીનનો તહેવાર ઉજવાય છે. પરંતુ આ વખતે આકાશમાં હંટર્સ મૂનની ઘટના એક ફીનોમિનન […]

Top Stories Trending Mantavya Vishesh
halloween એક નહીં, બે વખત છે આ મહિને પૂનમ, "હંટર્સ મૂન"ની ફીનોમિનન ઘટના પણ મળશે જોવા

પ્રકૃતિ સાથે તો પ્રેમ કોને ન હોય ?  અને ખગોળવિજ્ઞાનનાં પ્રેમી માટે તો આ અવસર કહી શકાય. જી હા, આ વખતે બે દિવસ પૂર્ણિમા તિથિ છે. તેમાં પણ 31મી ઓક્ટોબરનો દિવસ ખગોળકીય ઘટના માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે પાશ્ચાત્ય દેશોમાં હેલોવીનનો તહેવાર ઉજવાય છે. પરંતુ આ વખતે આકાશમાં હંટર્સ મૂનની ઘટના એક ફીનોમિનન છે જે ભાગ્યે જ બને છે. સામાન્ય રીતે મહિનામાં એક વખત પૂર્ણિમા અને એક વખત અમાસ હોય છે, પણ બે પૂનમ હોવી બહુ દુર્લભ હોય છે. ત્યારે એક જ મહિનામાં બે વખત પૂનમ હોય તેમાં બીજા પૂર્ણ ચંદ્રને ‘બ્લૂ મૂન’ કહેવામાં આવે છે.

  • બ્લૂ મૂન છે ખાસ
  • 31મી ઓક્ટોબરે દૂર્લભ સંયોગ
  • આ મહિને એક નહીં, બે પૂનમ
  • 31મી ઓક્ટોબરની પૂનમ છે ખાસ
  • આ ઘટનાને ખગોળશાસ્ત્રી બ્લૂ મૂન તરીકે ઓળખાવે છે

ઓક્ટોબરનો બીજો પૂર્ણિમાનો ચંદ્ર અથવા બ્લૂ મૂન હૈલોવીનની રાત્રે એટલે કે 31 ઑક્ટોબરે દેખાશે. ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે ને 20 મિનિટે તેમજ ઇસ્ટર્ન સમય મુજબ સવારે 10 વાગ્યે અને 51 મિનિટે ચંદ્રની ચમક સૌથી વધું હશે. હંટર્સ મૂન શબ્દનો ઉપયોગ પારંપરિક રૂપથી ઑક્ટોબર મહિનાની પૂર્ણિમાના ચંદ્ર માટે કરવામાં આવે છે. આ હાર્વેસ્ટ મૂન પછીની પૂર્ણિમાના ચંદ્ર માટે ઉપયોગ કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનાની શરુઆત હાર્વેસ્ટ મૂનથી થઇ છે, એટલે કે આ મહિનાની આવનારી બીજી પૂનમ હંટર મૂન તરીકે ઓળખાય છે.

  • બ્લૂ મૂન કેમ?
  • એક મહિનામાં બીજી પૂનમને બ્લૂ મૂન તરીકેની ઓળખ
  • પૂનમના ચંદ્ર જેટલો નજીકો નહીં હોય બ્લૂ મૂન

બ્લૂ મૂનનો ચંદ્રના રંગ કે દેખાવ સાથે કોઇ સંબંધ નથી. એક મહિનામાં બીજી પૂનમના ચાંદને બ્લૂ મૂન કહેવાય છે. આ ચંદ્ર સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની જેમ જ હોય છે. જો કે આ વખતે આ ચંદ્ર એટલો નજીક નહિ હોય જેટલો પૂર્ણિમાનો ચંદ્ર દેખાય, આ સમયે પૃથ્વીથી ઘણો દૂર હશે.

વિદેશોમાં હેલોવીનનું છે ખાસ મહત્વ

હેલોવીન દરવર્ષે ઑક્ટોબર મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી ઑક્ટોબરે મનાવવામાં આવે છે. આને મનાવવા માટે કેટલીય પંરપરા એને રીતિ-રિવાજ છે.ગૈલિક પરંપરાને માનવાવાળા લોકો આ દિવસને તહેવારની જેમ ઉજવે છે. આ પાકની સીઝનનો છેલ્લો દિવસ હોય છે, આ જ દિવસથી ઠંડીની શરુઆત થાય છે.આ સાથે એ લોકોની માન્યતા છે કે આ દિવસે મરેલા લોકોની આત્મા ઉઠે છે અને ધરતી પર હાજર જીવિત આત્માઓને હેરાન કરે છે.