રિપોર્ટર: અભિષેક વાઘેલા (અમદાવાદ)
Bharat Gaurav tourist train: પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારથી ભારતની પ્રથમ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનને દિલ્હીથી ગુજરાત માટે રવાના કરવામાં આવી છે. ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનના આઠ દિવસના પ્રવાસમાં ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા અને ગાંધીનગરમાં સાબરમતી આશ્રમ, અડાલજની વાવ, દાંડી કુટીર, અક્ષરધામ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણમાં રાંકીવાવનો સમાવેશ થાય છે.
‘ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન’ની શરૂઆત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ ‘દેખો અપના દેશ’ને અનુરૂપ છે. પ્રવાસી ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે. IRCTC આ ટ્રેનને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ યોજના હેઠળ ચલાવી રહી છે. ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનમાં દરેક કોચ માટે CCTV કેમેરા અને સુરક્ષા ગાર્ડ લગાવવામાં આવ્યા છે. આખી ટ્રેનમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારની પહેલ ‘દેખો અપના દેશ’ને ધ્યાનમાં રાખીને ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ પ્રવાસી ટ્રેનમાં ચાર ફર્સ્ટ એસી કોચ, બે સેકન્ડ એસી કોચ, એક સુસજ્જ પેન્ટ્રી કાર અને બે રેલ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે. જેમાં એક સાથે 156 પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન તમને ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણની મુલાકાતે લઈ જશે. પ્રવાસીઓને ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશનો પર આ પ્રવાસી ટ્રેનમાં ચઢવા અથવા ઉતરવાની સુવિધા આપવામાં આવી છે. ગ્રાહકોની સુવિધા માટે, IRCTC એ EMI ચુકવણી વિકલ્પ પ્રદાન કરવા માટે પેમેન્ટ ગેટવે સાથે પણ જોડાણ કર્યું છે. ગરવી ગુજરાત ટુર પેકેજમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણ જેવા પ્રવાસન સ્થળો જોવા મળશે. પ્રવાસીઓ ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલ્વે સ્ટેશનોથી પણ આ ટ્રેન પકડી શકે છે. IRCTCએ આ ટૂર પેકેજ માટે હપ્તામાં ચૂકવણી કરવાનો વિકલ્પ પણ આપ્યો છે. તેના માટે તમે આપેલ પેમેન્ટ ગેટવેમાં EMI વિકલ્પ પસંદ કરી શકો છો.
આ પણ વાંચો: Khokhara bridge scam/ખોખરા બ્રિજ કૌભાંડઃ વિપક્ષનો પહેલી વખત ખોખલો નહી પણ મક્કમ વિરોધ
આ પણ વાંચો: Cricket/ઈન્દોર ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને લાગી લોટરી, ICC રેંકિંગમાં બન્યો નંબર વન
આ પણ વાંચો: Billi Billi Teaser/‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ગીત ‘બિલ્લી બિલ્લી’નું ટીઝર રિલીઝ, પૂજા હેગડે સાથે શાનદાર ડાન્સ કરતો જોવા મળ્યો સલમાન