Khokhara bridge scam/ ખોખરા બ્રિજ કૌભાંડઃ વિપક્ષનો પહેલી વખત ખોખલો નહી પણ મક્કમ વિરોધ

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં બનાવેલા 40 કરોડના ઓવરબ્રિજના કૌભાંડને લઈને વિપક્ષ પણ મોડે-મોડે જાગ્યું છે. મંતવ્ય ન્યુઝના અહેવાલ પછી વિપક્ષે કમિશ્નર ઓફિસની બહાર ખોખલો નહી પણ મક્કમ અને આક્રમક વિરોધ કર્યો છે.

Top Stories Gujarat
AMC ખોખરા બ્રિજ કૌભાંડઃ વિપક્ષનો પહેલી વખત ખોખલો નહી પણ મક્કમ વિરોધ

અમદાવાદ: અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં બનાવેલા 40 કરોડના Khokhara Bridge Scam ઓવરબ્રિજના કૌભાંડને લઈને વિપક્ષ પણ મોડે-મોડે જાગ્યું છે. મંતવ્ય ન્યુઝના અહેવાલ પછી વિપક્ષે કમિશ્નર ઓફિસની બહાર ખોખલો નહી પણ મક્કમ અને આક્રમક વિરોધ કર્યો છે. વિપક્ષે મ્યુનિસિપાલિટીના એન્જીનીયર હિતેશ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેની સાથે વિપક્ષે મ્યુનિસિપલ ઓફિસની બહાર સ્ટિકર પણ લગાવ્યા છે.

વિપક્ષે મ્યુનિસિપાલિટીની કચેરીની બહાર ભ્રષ્ટાચાર બંધ કરોના Khokhara Bridge Scam સૂત્રોચ્ચાર કરતાં ખોખરા પુલનું બાંધકામ કરનારી કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. વિપક્ષે આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતું કે ઓવરબ્રિજ જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં આટલી હદ સુધીનું કૌભાંડ કોઈ કરી જાય અને મ્યુનિસિપાલિટી ઊંઘતી કઈ રીતે રહી શકે. સરકારે જેને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો તે કંપની કૌભાંડ કરતી રહી અને મ્યુનિસિપાલિટી સૂતી રહી. મ્યુનિસિપાલિટીમાં કોની રહેમ નજર હેઠળ આ કૌભાંડ થયું તેનો કોર્પોરેશન જવાબ આપે. આશ્ચર્યની વાત તો એ છે કે આ કૌભાંડનો પર્દાફાશ થયા પછી અને છેક સીએમ હાઉસથી મ્યુનિસિપાલિટીના અધિકારીઓને તેડું આવ્યા પછી પણ અત્યાર સુધી આ પ્રકારનો પુલ બનાવનારી કંપની સામે કોઈ કાર્યવાહી મ્યુનિસિપાલિટીએ કેમ કરી નથી તેવો સવાલ વિપક્ષે કર્યો હતો.

મ્યુનિસિપાલિટી કોની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાને છાવરી રહી છે. Khokhara Bridge Scam સામાન્ય પ્રજાને દંડવા માટે હંમેશા ઉતાવળ કરતી મ્યુનિસિપાલિટી આટલી ગંભીર અને ગુનાહિત બેદરકારી છતાં પણ શા માટે અજય ઇન્ફ્રાની સામે પગલાં લેતી નથી, અજય ઇન્ફ્રા સામે પગલાં લેેતા કોણ અટકાવે છે. જયસુખ પટેલ ની જેમ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વાલા પણ વિદેશ ભાગી જશે. મ્યુનિસિપાલિટીએ ભાજપના મળતિયાઓને છાવરવાની નીતિ બંધ કરવી જોઈએ.

વિપક્ષનું કહેવું છે કે મ્યુનિસિપાલિટી શું ખોખરા પુલના મામલે મોરબી પુલ હોનારત જેવી રાહ જોઈ રહી છે. ખોખરા પુલ પરથી દરરોજે અંદાજે દસ હજારથી વધારે વાહનો પસાર થાય છે. વિપક્ષનું કહેવું છે કે મ્યુનિસાપાલિટી ભાજપના મળતિયાઓને છાવરવાની નીતિ બંધ કરે.  તેની સાથે વિપક્ષે કહ્યું હતું કે ગુજરાતમાં રીતસરનું કોન્ટ્રાક્ટર રાજ પ્રવર્તે છે. કોન્ટ્રાક્ટરો રાજકીય સંપર્કોના આધારે કોન્ટ્રાક્ટ મેળવે છે, પછી ગુણવત્તાવિહીન કામ કરીને પણ મુક્તમને ફરે છે. સરકાર પણ આ કોન્ટ્રાક્ટરોની સામે કોઈ પગલાં લેતી નથી, લે પણ ક્યાંથી કારણ કે આ કોન્ટ્રાક્ટરો તેના મળતિયા જ છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર/ રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત

આ પણ વાંચોઃ નિમણૂક/ ગુજરાતના નવા ડીજીપી બન્યા વિકાસ સહાય

આ પણ વાંચોઃ Axis Bank-Citibank/ આજથી Axisનો થયો સિટી બેન્કનો રિટેલ બિઝનેસઃ ક્રેડિટ કાર્ડથી લઈને નેટ બેન્કિંગ જાણો શું-શું બદલાશે