Cricket/ ઈન્દોર ટેસ્ટ વચ્ચે ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને લાગી લોટરી, ICC રેંકિંગમાં બન્યો નંબર વન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરની ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (ICC Test Ranking) જાહેર કરી છે. આ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. આ ભારતીય…

Trending Sports
Latest ICC Test Rankings

Latest ICC Test Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તાજેતરની ટેસ્ટ બોલિંગ રેન્કિંગ (ICC Test Ranking) જાહેર કરી છે. આ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી નંબર-1 ટેસ્ટ બોલર બની ગયો છે. આ ભારતીય બોલરે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન પાસેથી ટોપ બોલરનો તાજ છીનવી લીધો છે.

ટીમ ઈન્ડિયાનો અનુભવી સ્પિનર ​​આર અશ્વિન ICC ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બોલર બની ગયો છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે. 36 વર્ષીય આર અશ્વિને સૌપ્રથમ 2015 માં નંબર 1 રેન્કિંગ ટેસ્ટ બોલર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું અને ત્યારથી તે અનેક પ્રસંગોએ ટોપના સ્થાને વાપસી કરી છે. અશ્વિને તેની સૌથી તાજેતરની આઉટિંગમાં છ વિકેટ લઈને બોલરોમાં ટોપનું સ્થાન મેળવ્યું છે. આર અશ્વિન પાસે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિરીઝમાં ભારતની ઘરઆંગણે બાકીની બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને નંબર 1નું સ્થાન જાળવી રાખવાની તક છે. બોલિંગની સાથે સાથે આર અશ્વિન ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા નંબર પર યથાવત છે. આ સાથે જ બોલરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા 8મા સ્થાને આવી ગયો છે. રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને પહોંચી ગયો છે.

જણાવી દઈએ કે આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 90 ટેસ્ટ મેચ રમી છે. આર અશ્વિને આ મેચોમાં કુલ 463 વિકેટ લીધી છે. તે ટેસ્ટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંથી એક છે. આર અશ્વિને ટીમ ઈન્ડિયા માટે 113 ODI અને 65 T20 મેચ પણ રમી છે. આર અશ્વિને વનડેમાં 151 અને T20માં 72 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો: Death During Badminton/ હવે ક્રિકેટ જ નહીં બેડમિન્ટન રમતા રમતા પણ 38 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો: Axis Bank-Citibank/ આજથી Axisનો થયો સિટી બેન્કનો રિટેલ બિઝનેસઃ ક્રેડિટ કાર્ડથી લઈને નેટ બેન્કિંગ જાણો શું-શું બદલાશે

આ પણ વાંચો: સુરેન્દ્રનગર/ રખડતા ઢોરનો આતંક, આખલાની હટફેટે આવતા ધો.1 માં અભ્યાસ કરતા માસૂમનું મોત