Not Set/ રાજસ્થાનના આગામી કેપ્ટન બન્યા અશોક ગેહલોત, સચિન પાયલોટ હશે ઉપ-મુખ્યમંત્રી

નવી દિલ્હી, રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી જીત બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અશોક ગેહલોત અને સચિન પાયલોટના નામ અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારબાદ હવે આ અટકળો પર સંપૂર્ણ અલ્પવિરામ મુકાયું છે. KC Venugopal, All India Congress Committee observer for Rajasthan: Congress President Rahul Gandhi has decided […]

Top Stories India Trending
DcNn2snVwAAFQwi રાજસ્થાનના આગામી કેપ્ટન બન્યા અશોક ગેહલોત, સચિન પાયલોટ હશે ઉપ-મુખ્યમંત્રી

નવી દિલ્હી,

રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી જીત બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે અશોક ગેહલોત અને સચિન પાયલોટના નામ અંગે અનેક અટકળો સામે આવી રહી હતી, ત્યારબાદ હવે આ અટકળો પર સંપૂર્ણ અલ્પવિરામ મુકાયું છે.

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચાલેલી મિટિંગ બાદ હવે રાજસ્થાનના અગામી કેપ્ટન તરીકે અશોક ગેહલોતનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત સચિન પાયલોટ રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે અને સાથે સાથે તેઓ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય હે કે, આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા એક તસ્વીર ટ્વિટ કરવામાં આવી હતી, જેમાં તેઓની ડાબી બાજુ સચિન પાયલોટ અને જમણી બાજુ અશોક ગેહલોત હતા. તસ્વીરમાં આ ત્રણેય નેતાઓ હસતા જોવા મળી રહ્યા હતા.

સાથે સાથે આ તસ્વીરના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “યુનાઇટેડ કલર્સ ઓફ રાજસ્થાન”.