Best Tips/ જો તમે પણ ખરીદી છે નવી કાર તો ન કરતાં આ 5 ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન

જો તમે પણ ખરીદી છે નવી કાર, તો ન કરતાં આ ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન…

Trending Tech & Auto
new car જો તમે પણ ખરીદી છે નવી કાર તો ન કરતાં આ 5 ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન

જો તમે પણ ખરીદી છે નવી કાર, તો ન કરતાં આ ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન…
આપણે ઘણી વાર નવી કાર ખરીદતાની સાથે જ અજાણતાં એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે.

કોરોના કાળમાં પણ કંપનીઓએ નવી કાર લોંચ કરવાનું ચાલુ રાખ્યું છે. પેટ્રોલ-ડીઝલ, ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ઘણી કાર લોન્ચ કરવામાં આવી છે. ત્યારે  આપણે ઘણી વાર નવી કાર ખરીદતાની સાથે જ અજાણતાં એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે.

પ્રથમ સર્વિસ
જ્યારે પણ આપણે નવી કાર ખરીદીએ ત્યારે કાર તેની પ્રથમ સર્વિસ થાય ત્યાં સુધી તેને યોગ્ય રીતે ચલાવવી જોઈએ. સમયસર કારની પ્રથમ સર્વિસ કરાવવી જોઈએ. આમ કરવાથી તમારી કારને વધુ નુકસાન થશે નહીં. પ્રથમ સર્વિસ પછી પણ બાકીની સર્વિસ સમયસર કરાવવી જોઈએ.

વધારે એક્સિલરેટર આપવાનું ટાળો
હંમેશાં જોવામાં આવે છે કે લોકો નવી કારમાં બિનજરૂરી એક્સિલરેટ આપે છે, જેના કારણે એન્જિન પ્રભાવિત થાય છે. આ સાથે બળતણનો વપરાશ પણ વધે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકો એન્જિન બંધ કરતા પહેલા 2 થી 3 વખત એક્સિલરેટરનો ઉપયોગ પણ કરે છે, જે એન્જિન માટે નુકસાનકારક સાબિત થાય છે. તેથી આમ કરવાનું ટાળો.

car જો તમે પણ ખરીદી છે નવી કાર તો ન કરતાં આ 5 ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન

ઓવર લોડિંગ ન કરો
કારમાં બૂટ સ્પેસ ફક્ત માલ સંગ્રહવા માટે છે. પરંતુ ઘણીવાર લોકો વધારે માલ રાખે છે, જેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. કારમાં વધારે સામાન રાખવાથી કારના ટાયર, સસ્પેન્શન અને એન્જિન તેમજ પરફોર્મંસ પર પણ ખરાબ અસર પડે છે.

Towing ન કરો
નવી કારથી બીજી કોઈ પણ કારને ટોઈંગ કરવાનું ટાળો. કારણકે આમ કરવાથી એન્જિન પર સીધી અસર થાય છે. જો કારની સર્વિસ થઈ ગઈ હોય તો આમ કરવાથી બચી શકાય છે.

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?

આ પણ વાંચો- Health Tips / પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં શ્રેષ્ઠ આમલી, આ રીતે કરો ઉપયોગ

યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો
નવી કારના ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો. આમ કરવાથી, તમે કાર વિશે ઘણું બધુ જાણશો. જેની મદદથી તમે તમારી કારનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા

આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો