આમલીના ગુણો અને તેનાથી થતાં ઉપચારો !
પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી થાય છે.તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રાના કારણે તેનો ઉપયોગ પેટના દુખાવા, અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવારમાં થાય છે..
- આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્કમાં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા હોય છે.
- તે એન્ટી માઇક્રોબાયલ છે.
- તે ક્રૂમી વિરોધી છે.
- એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ છે.
- તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે.
- તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે.
- તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની તેને ક્ષમતા આપે છે.
- આ માટે તેની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે.
આવો આ ઉપરાંતના અન્ય ફાયદા જાણીએ.
વજન કંટ્રોલમાં રાખવા માટે:
આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
અલ્સરમાંથી મુક્તિ:
અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરમાં રાહત:
આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.
ઘાવ ઉપર:
દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.
હાર્ટ પ્રોબ્લેમ માટે:
સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓગાડી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિત ની સમસ્યાને પણ દૂર કરે છે.
આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
ગળાના પ્રોબ્લેમ માટે:
આમલીના પાંદડા થી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસ મા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાં દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.
હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની
આ પણ વાંચો- સવારમાં ભૂખ્યા પેટે જીરાનું પાણી પીવાથી થતાં ફાયદા
આ પણ વાંચો- Damage Liver / લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો
