Tea Drinking Habits and Side Effects: ભારતમાં ચાના શોખીનોની કમી નથી, પરંતુ શું તમે જાણો છો કે ખોટા સમયે પીધેલી ચા તમારા શરીર માટે ઝેર સમાન બની શકે છે? સવારે ખાલી પેટે કે જમ્યા પછી તરત ચા પીવાની આદત તમને બીમાર કરી શકે છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે ચા પીવાનો એક ચોક્કસ સમય હોય છે જ્યારે તે નુકસાનને બદલે તાજગી આપે છે.
ખોટા સમયે Tea પીવાના ગેરફાયદા
ખાલી પેટે ચા: સવારે ઉઠતાની સાથે જ ‘બેડ ટી’ ( Bed Tea)લેવાથી શરીરમાં કોર્ટિસોલ લેવલ વધે છે, જેનાથી ગેસ, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
જમ્યા પછી તરત: જમ્યાના તરત પહેલા કે પછી ચા (Tea) પીવાથી શરીરમાં આયર્ન (લોહતત્વ)નું શોષણ ઘટી જાય છે. આનાથી એનિમિયા અને નબળાઈ આવી શકે છે.
રાત્રે મોડે સુધી: સુતા પહેલા ચા પીવાથી તેમાં રહેલું કેફીન મગજને સક્રિય કરી દે છે, જેના પરિણામે ઊંઘમાં ખલેલ પહોંચે છે.
કયો છે ચા પીવાનો સાચો ‘ગોલ્ડન ટાઈમ’?
એક્સપર્ટ્સના મતે ચા પીવાનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે નાસ્તો કર્યાના 1 થી 2 કલાક પછીનો છે.
આ સમયે ચા પીવાથી પાચનતંત્ર પર નકારાત્મક અસર થતી નથી.
તમે બપોરે જમ્યાના 2 કલાક પછી અથવા સાંજે હળવા નાસ્તા સાથે પણ ચાનો આનંદ માણી શકો છો.
ચાના શોખીનો માટે ખાસ ટિપ્સ
દિવસમાં 2 થી 3 કપથી વધુ ચા (Tea) પીવાનું ટાળો.
હંમેશા ચા સાથે હળવા બિસ્કિટ કે નાસ્તો લેવાનો આગ્રહ રાખો.
નાઈટ શિફ્ટમાં કામ કરતા લોકો જરૂરિયાત મુજબ ઓછી ખાંડવાળી ચા લઈ શકે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર
આ પણ વાંચો: ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક
આ પણ વાંચો : 40 થી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધ્યો, આ 4 લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ



