Kitchen Tips to Keep Tomatoes Fresh: દરેક વાનગીનો સ્વાદ વધારતા ટમેટા (Tomato) જો બે જ દિવસમાં પોચા પડી જાય કે સડવા લાગે તો મહિલાઓને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને ગરમીમાં ટમેટા ઝડપથી ખરાબ થઈ જાય છે. જો તમે પણ એક સાથે 1-2 કિલો ટમેટા માર્કેટમાંથી લાવો છો, તો તેને લાંબો સમય સાચવવા માટે ફ્રીજમાં આ રીતે સ્ટોર કરો.
Tomatoને તાજા રાખવાની સ્માર્ટ રીતો
કાગળનો ઉપયોગ: ટમેટાને (Tomato) ડબ્બામાં રાખતા પહેલા નીચે એક કાગળ પાથરો અને ટમેટા મૂક્યા પછી તેની ઉપર પણ કાગળ મૂકો. કાગળ ભેજને શોષી લેશે, જેનાથી ટમેટા ગળશે નહીં.
દાંડલીનો ભાગ નીચે રાખો: ટમેટાને (Tomato) ડબ્બામાં હંમેશા એવી રીતે ગોઠવો કે તેનો ઉપરનો દાંડલી વાળો ભાગ નીચે તરફ રહે. આનાથી ટમેટાની અંદર હવા ઓછી જશે અને તે લાંબો સમય ટકશે.
કાચા-પાકા ટમેટા અલગ રાખો: માર્કેટમાંથી ટમેટા ખરીદતી વખતે એકદમ પાકેલા ટમેટા લેવાનું ટાળો. કાચા અને પાકા ટમેટાને હંમેશા અલગ-અલગ ડબ્બામાં સ્ટોર કરો.
પ્યુરી બનાવી લો: જો ટમેટા વધારે પાકી ગયા હોય, તો તેને ફેંકી દેવાને બદલે તેની પ્યુરી અથવા ગ્રેવી બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરો. આનો ઉપયોગ તમે ગમે ત્યારે રસોઈમાં કરી શકો છો.
આ નાનકડા ફેરફારથી તમારા ટમેટા 10 થી 15 દિવસ સુધી આરામથી તાજા રહેશે અને વાનગીમાં સ્વાદ જળવાઈ રહેશે.
આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર
આ પણ વાંચો: ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક
આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો

