નવી દિલ્હી,
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી ટોચના દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચુકેલા પ્રસિદ્ધ ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન થયું છે. તેઓએ ૯૫ વર્ષની જૈફ વયે દુનિયાને અલવિદા કહ્યું છે.
મળતી માહિતી મુજબ, મૃણાલ સેન ઘણા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓએ કલકત્તાના ભવાનીપોરમાં બનેલા ઘરમાં રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા.
Dadasaheb Phalke awardee film maker Mrinal Sen passed away at the age of 95 at his residence today.
— ANI (@ANI) December 30, 2018
પ્રખ્યાત ફિલ્મકાર મૃણાલ સેનને તેઓના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના યોગદાન બદલ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તેમજ વર્ષ ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા “પદ્મ વિભૂષણ”થી નવાજવામાં આવ્યા છે.
મૃણાલ સેનનો જન્મ ૧૪ મે, ૧૯૨૩ના રોજ થયો હતો. તેઓએ ૧૯૫૫માં પોતાની પહેલી ફીચર ફિલ્મ “રાતભોર” બનાવી હતી. ત્યારબાદ તેઓએ “નીલ આકાશ નીચે” તેમજ “બાઈશે શ્રવણ” બનાવી હતી.
Sad to learn of the passing of acclaimed film-maker Mrinal Sen. From Bhuvan Shome to the Calcutta trilogy, his penetrating and sensitive portrayal of social realities made him a fine chronicler of our times. A loss to Bengal, to India and to the world of cinema #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) December 30, 2018
તેઓના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ સહિતના મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Saddened at the passing away of Mrinal Sen. A great loss to the film industry. My condolences to his family
— Mamata Banerjee (@MamataOfficial) December 30, 2018
Saddened by the demise of veteran filmmaker #MrinalSen.
From Bhuvan Shome to Mrigayaa, his films were beautiful depictions of social realities on the silver screen.
His passing away is the end of an era, and an irreparable loss for the Indian film industry.
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) December 30, 2018
