Not Set/ બાંગ્લાદેશ : સામાન્ય ચુંટણીના વોટિંગ દરમિયાન થઇ હિંસા, ૧૦ લોકોના મોત

ઢાકા, પાડોશી દેશ બાંગ્લાદેશમાં રવિવારે સામાન્ય ચુંટણીની મતદાન યોજાઈ રહ્યું છે.વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશની ગઠન થયા બાદ દેશમાં આ ૧૧મી સંસદીય ચુંટણી યોજાઈ રહે છે. દેશમાં કુલ ૧૦.૪૧ કરોડ મતદાતાઓ છે અને તેઓ બાંગ્લાદેશના આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે નક્કી કરવાના છે. બીજી બાજુ વર્તમાન પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ વખતે સામાન્ય ચુંટણીમાં ઝંપલાવ્યું છે અને તેઓ […]

Top Stories World Trending

ઢાકા,

પાડોશી દેશ બાંગ્લાદેશમાં રવિવારે સામાન્ય ચુંટણીની મતદાન યોજાઈ રહ્યું છે.વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશની ગઠન થયા બાદ દેશમાં આ ૧૧મી સંસદીય ચુંટણી યોજાઈ રહે છે.

દેશમાં કુલ ૧૦.૪૧ કરોડ મતદાતાઓ છે અને તેઓ બાંગ્લાદેશના આગામી પ્રધાનમંત્રી કોણ હશે તે નક્કી કરવાના છે.

બીજી બાજુ વર્તમાન પ્રધાનમંત્રી શેખ હસીનાએ આ વખતે સામાન્ય ચુંટણીમાં ઝંપલાવ્યું છે અને તેઓ રેકોર્ડ ચોથીવાર જીત મેળવીને પીએમની ખુરશી પર બિરાજમાન થવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

દેશભરમાં આ સામાન્ય ચુંટણીને લઇ સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અંદાજે ૬૦ હજાર સૈનિકો, અર્ધસૈનિક બળોના જવાનો તેમજ પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.

જો કે ચુંટણીના વોટિંગ દરમિયાન કેટલાક વિસ્તારોમાં હિંસક ઘટનાઓ પણ બની છે, જેમાં ૧૦ લોકોના મોત થયા છે.

રવિવારે રંગમતી અને ચંટગાવ જિલ્લામાં મતદાન કેન્દ્ર પર થયેલી હિંસામાં એક સ્થાનિક જુબો લીગના નેતા અને જતિયા પાર્ટીના એક કાર્યકર્તાનું પણ મોત થયું છે. આ ઉપરાંત બોગુરા-૪માં BNPના સભ્યો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં અવામી લીગના કાર્યકર્તાનું મોત થયું છે તેમજ નોઆખલી-૩ બૂથ પર એક અંસાએ સભ્યનું પણ મોત થયું છે.