Lifestyle/ શું તમે પણ પીઓ છો દરરોજ ભેળસેળિયું દૂધ? આ રીતે, ઘરે બેઠાં કરો અસલી દૂધની પરખ!

દૂધનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. જો કે આજના સમયમાં, દૂધમાં જે પ્રમાણે મોટા પાયે ભેળસેળ થઇ રહી છે એની સીધી જ અસર આપણા સ્વાસ્થ્ય પર પડી રહી છે. એવામાં દૂધ અસલી છે કે નકલી, એ અંગે ઘરે બેઠાં પરીક્ષણ કરીને તમે નિશ્ચિંત થઇ શકો છો.

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Food style: આજના સમયમાં ભેળસેળિયું દૂધ એક મોટી સમસ્યા બની ચૂક્યું છે. હકીકતમાં તો, કેટલાય વર્ષોથી દૂધમાં પાઉડર કે પાણીની ભેળસેળ કરવામાં આવતી જ રહે છે, પરંતુ સાંપ્રત સમયમાં દૂધમાં મિશ્રણના નામે કેટલાય ખતરનાક કૅમિકલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોવાના કિસ્સા સામે આવ્યાં છે. આવા જોખમી રસાયણોની ભેળસેળવાળા દૂધનું લાંબા સમય સુધી સેવન કરવાથી શરીરને ભારે નુકસાન પહોંચી શકે છે. એવામાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે, દૂધ પીતાં પહેલાં એની શુદ્ધતાની કસોટી કરવી! એવામાં તમે ઘરે બેઠાં જ, કેટલાક ખાસ ઉપાયો કરીને અસલી-નકલીનો ફરક જાણી શકો છો.

ભેળસેળિયાં દૂધથી થઇ શકે ખતરનાક નુકસાન

ભેળસેળ કરેલાં દૂધના સેવનથી સ્વાસ્થ્યને અત્યંત નુકસાન થઇ શકે છે. એનાથી પેટ બગડવું, ઊલટી અને ઝાડા થવા, માથું દુ:ખવું, કિડની તથા લિવરની સમસ્યાઓ વગેરે થઇ શકે છે. આવું દૂધ પીવાથી, ખાસ કરીને નાના બાળકો અને વયોવૃદ્ધ વ્યક્તિઓને ઘણું જ નુકસાન થઇ શકે છે.

ઉકાળીને ટેસ્ટ કરો

ઉભરો આવે ત્યાં સુધી દૂધને ઉકાળીને પણ તમે અસલી-નકલી દૂધની પરખ કરી શકો છો. અસલી દૂધને ઉકાળવાથી એ જલદીથી ફાટતું નથી અને ઠંડુ થતાં એના પર મલાઇની તર જામી જાય છે. એનાથી વિપરીત, મોટા ભાગે નકલી દૂધને ઉકાળતાવેંત જ ફાટી જાય છે તથા કેટલીક વાર તો એ ઘટ્ટ થઇને લોંદા જેવું ચીકણું બની જાય છે.

આયોડિન ટેસ્ટથી કરો અસલી દૂધનું પરીક્ષણ

સ્ટાર્ચ ટેસ્ટથી પણ તમે નકલી દૂધની ઓળખ કરી શકે છો. પરીક્ષણ કરવા માટે સૌપ્રથમ, દૂધના નમૂનામાં થોડાંક ટીપાં આયોડીનના નાખો. જો આયોડીન નાખ્યા પછી દૂધ કાળું પડી જાય, તો સમજી લો કે એમાં સ્ટાર્ચ ભેળવવામાં આવ્યો છે. અસલી દૂધમાં આયોડિન મેળવવાથી કોઇ જ પરિવર્તન જોવા મળતું નથી.

અસલી-નકલી દૂધની પરખ માટે ગંધ પરીક્ષણ

દૂધની વાસથી પણ એની અસલિયત સાબિત કરી શકાય છે. અસલ દૂધની ગંધ સહેજ મીઠી અને તાજી હોય છે, જ્યારે નકલી દૂધ કે પછી ભેળસેળ કરાયેલાં દૂધની વાસ કોઇ કૅમિકલ જેવી હોય છે, જેને સૂંઘતા એમાંથી રસાયણોની તીવ્ર ગંધ આવે છે.

દૂધમાં પાણીની ભેળસેળ વિશે કઇ રીતે જાણવું?

દૂધમાં થતી પાણીની ભેળસેળ એ જગજાહેર વાત છે. જો કે, તમારા ઘર આંગણા સુધી પહોંચતા દૂધમાં પાણીની ભેળસેળ થયેલી છે કે કેમ, એ તમે હવે ચપટી વગાડતાં જાણી શકો છો. આ માટે, દૂધનું એક ટીપું કોઇ સપાટ સ્થાન પર મૂકો. જો આ ટીપું ફેલાય નહિ અને યથાવત્ રહે તો જાણી લો કે દૂધ શુદ્ધ છે અને એમાં પાણી ઉમેરેલું નથી. પરંતુ, જો દૂધ તરત જ ફેલાઇ જાય તો એમાં ચોક્કસપણે પાણી મેળવવામાં આવેલું હોઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: