A relationship/ શું એક સ્માર્ટ પુરુષ બની શકે ઉત્તમ પાર્ટનર? આવો, બુદ્ધિમત્તા અને રિલેશનશિપ વચ્ચેની કડીને સમજીએ!

એ વાત તો સર્વવિદિત છે કે, જો કોઇ વ્યક્તિનું IQ લેવલ ઊંચુ હોય તો, એ કેરિયર તથા ભણતરમાં તો સામાન્યપણે હોશિયાર જ હોય છે. પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે, એક બુદ્ધિમાન વ્યક્તિ પોતાના સંબંધોને, વિશેષ કરીને રોમૅન્ટિક રિલેશનશિપને પણ વધુ સફળ બનાવી શકે છે!

Trending Lifestyle Relationships

Relationship: મહિલાઓ માટે જ્યારે જીવનસાથીની શોધ કરવાની બાબત હોય ત્યારે, એમના માપદંડોમાં ‘બુદ્ધિમત્તા’ કદાચ પ્રથમ ક્રમે હોતી નથી પણ એમ કરવું ખોટું છે. થોડા સમય પહેલા થયેલાં એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે, એક હૅલ્ધી રિલેશનશિપનો પાયો તમારા જીવનસાથીના IQ સાથે જોડાયેલો હોઇ શકે છે.

અમેરિકાની ઑકલેન્ડ યુનિવર્સિટીના ઇવોલ્યુશનરી સાઇકોલૉજિસ્ટ તથા એમની ટીમ દ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં દર્શાવાયું છે કે, High Cognitive Ability અર્થાત્ બુદ્ધિમાન પુરુષ સાથેનો સંબંધ સામાન્યત: વધુ સફળ, સંતોષકારક અને ઓછો જોખમી હોય છે.

જરુરી છે પાર્ટનરની સમજદારી

એ બાબતમાં કોઇ જ શક નથી કે, જીવનના દરેક વળાંક પર ઇન્ટેલિજન્સ તમારી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે, રોમૅન્ટિક રિલેશનશિપમાં પણ બુદ્ધિમત્તા એટલી જ જરુરી હોય છે? બ્રિટન ની ‘પર્સનાલિટી ઍન્ડ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સિસ જર્નલ’ માં પ્રકાશિત એક સ્ટડીમાં, 18 થી 65 વર્ષની વયના 202 પુરુષોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો ઓછામાં ઓછા છ મહિનાથી કોઇ રોમૅન્ટિક રિલેશનશિપ સાથે સંકળાયેલા હતા અને આ દરમિયાન, એમની પ્રોબ્લેમ સૉલ્વિંગ સ્કિલ, લૉજિકલ થિંકિંગ અને જનરલ ઇન્ટેલિજન્સ ના આંકને માપવામાં આવ્યો હતો.

રિસર્ચમાં મળ્યા ચોંકાવનારા પરિણામો

આ દરમિયાન, રિસર્ચ ટીમને આશ્ચર્યજનક વસ્તુઓ જાણવા મળી. ટીમના નિષ્કર્ષમાં એવું જણાયું કે, વધારે બુદ્ધિમાન પુરુષોના સંબંધ પણ વધારે હૅલ્ધી હોય છે. અર્થાત્ એમના વ્યવહારમાં લડાઇ-ઝઘડા, બોલાચાલી, ચાલાકી, દગાબાજી કે જબરદસ્તીપૂર્વક ફિઝિકલ રિલેશન બાંધવાનું વલણ ઓછું જોવા મળ્યું. એમના સંબંધોમાં સંતોષ અને પોતાના સાથીની આવશ્યકતાઓને પ્રાથમિકતા આપવાની સંભાવનાઓ અધિક જોવા મળી હતી.

સ્માર્ટનેસ ફક્ત ગ્રેડ્સ સુધી સીમિત નથી

રસપ્રદ બાબત એ છે કે, આ અધ્યયનમાં સ્માર્ટ હોવાનો મતલબ એજ્યુકેશન કે પ્રોફેશનલ લેવલ પર પ્રાપ્ત સફળતા, એવો બિલકુલ નહતો, પરંતુ ઇમોશનલ કંટ્રોલ તથા પાર્ટનર સાથે તર્કસંગત સહાનુભૂતિ રાખવાની ક્ષમતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતુ. જો તમારો પાર્ટનર સ્માર્ટ હશે તો એ ધીરજ અને સમજદારીથી કોઈ પણ સમસ્યાનું સમાધાન શોધી લેશે! આ બંને ગુણો સંઘર્ષને ટાળવા તથા એક આનંદપૂર્ણ સંબંધને જાળવી રાખવા માટે આવશ્યક છે.

કાયમી રિલેશનશિપ અને પ્રણયસંબંધ ઇચ્છતી મહિલાઓ માટે આ અભ્યાસથી સ્પષ્ટ થઇ જાય છે કે, એક સુદ્રઢ સંબંધ માટે જેટલી જરુરી આર્થિક સ્થિરતા અને કેરિયરમાં સફળતા છે, એટલી જ જરુરી છે તમારા સાથીમાં બુદ્ધિમત્તા પણ હોવી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: