Relationship/ બાળકોની આ 5 આદતો એના મગજને નુકસાન કરે છે- ચાઇલ્ડ સાયકોલૉજિસ્ટ

મોટા ભાગે, માતા-પિતા એવી બાબતો પર ધ્યાન નથી આપતા હોતા કે જેનાથી, તેમના બાળકના મગજ પર ખરાબ અસરો થાય છે. બાળ નિષ્ણાત સાઇકોલૉજિસ્ટના મતે,

Trending Relationships

Relationship: દરેક માતા-પિતા એવું ઇચ્છતા જ હોય છે કે, તેમના બાળકનું સ્વાસ્થ્ય હંમેશાં સારું રહે. ફક્ત શારીરિક જ નહિં પરંતુ, માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ તે વિશેષ ધ્યાન આપે છે. પરંતુ ઘણી વાર, જાણ્યે-અજાણ્યે કરવામાં આવેલા કેટલાક કામો કે ટેવથી (Bad Habits)બાળકના મગજને નુકસાન પહોંચે છે. આ અંગે ચાઇલ્ડ સાયકોલૉજિસ્ટ જણાવે છે કે, બાળકનું મગજ સ્વસ્થ રહે એ માટે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ? તો ચાલો વિના વિલંબે જાણીએ કે, બ્રેઇન ડૅમેજને રોકવા માટે શું ધ્યાન રાખવું જોઇએ-

બાળકનું બ્રેઇન ડૅમેજ કરે છે આ આદતો

વધુ પડતી શુગર                                 

એકસપર્ટ કહે છે કે બાળકને જરુર કરતા વધારે ખાંડ ખવડાવવાથી એને ADHD અર્થાત્ ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર થઇ શકે છે. આના પરિણામે, બાળક એનું હોમવર્ક કરવાનું ભૂલી શકે છે, દિવાસ્વપ્નો જોઇ શકે છે, જમવામાં એનું ધ્યાન રહેતું નથી અને એની વર્તણૂક બેદરકારીભરી થઇ શકે છે.

વધુ પડતો સ્ક્રિન ટાઇમ

જો બાળક આવશ્યકતાથી વધારે સમય મોબાઇલ, કોમ્પ્યુટર અથવા ટીવી જોતા-જોતા પસાર કરે (ઍકેસેસ સ્ક્રિન ટાઇમ) તો એને એંગ્ઝાઇટી થઇ શકે છે.

જોર-જોરથી લડવું

બાળક પર વધારેપડતા ઘાંટા પાડવાથી એનામાં ભયની લાગણી ઉત્પન્ન થાય છે. એનાથી બાળકની શીખવાની પ્રોસેસ (લર્નિંગ પ્રોસેસ) ધીમી થઇ જાય છે અને એને કંઇ પણ શીખવામાં મુશ્કેલી થાય છે.

બહાર રમવા ન મોકલવું

જ્યારે બાળકને ઘરની બહાર રમવા દેવામાં આવતું નથી ત્યારે એના બ્રેઇન ગ્રોથ પર અસર થાય છે. આગળ જતા, બાળકનું મગજ ક્રિએટિવિટી તરફ વળશે જ નહિં.

મોડા સૂવાની ટેવ

જો બાળક રાત્રે મોડે સુધી જાગ્યા કરે તો એનાથી એની ઊંઘ બરાબર રીતે પૂરી થતી નથી અને પરિણામે એની એકાગ્રતા પર નકારાત્મક અસર થાય છે. બાળકને કોઈ પણ બાબત પર ફોકસ કરવામાં તકલીફ ઊભી થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!