National News/ અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ દિલ્હીમાં ISS મિશનના પોતાના અનુભવો શેર કર્યા, કહ્યું આ મારુ એકનું મિશન નહોતું!

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સફળ મિશન પછી, અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ દિલ્હીમાં પોતાના અનુભવો શેર કર્યા. ISRO ના ચેરમેન વી. નારાયણન સાથેની

NATIONAL India Trending

New Delhi News: આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સફળ મિશન પછી ગુરુવારે દિલ્હીમાં અવકાશયાત્રી અને ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ પોતાના અનુભવો શેર કર્યા. ISRO ના ચેરમેન વી. નારાયણન સાથેની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ પોતાના અવકાશ મિશનના અનુભવો વિશે માહિતી આપી. કહ્યું કે આ મિશન મારુ એકનું નહોતું આ આખા ભારતનું હતું.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, શુભાંશુ શુક્લાએ કહ્યું કે તે આખા દેશનું મિશન હતું. આ અનુભવ જમીની સ્તરે તમને મળતા અનુભવોથી સંપૂર્ણપણે અલગ છે. તેણે વધુમાં કહ્યું કે હું ભારત સરકાર, ISRO અને સંશોધકોનો આભાર માનવા માનું  છું.

ISROના વડાએ આ વાત કહી

દિલ્હીમાં યોજાયેલા PC ને સંબોધતા, ISROના અધ્યક્ષ ડૉ. નારાયણને કહ્યું કે 2015 થી 2025 સુધીના ISROના મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. આ સાથે, ડૉ. નારાયણને ભારતના અવકાશ ક્ષેત્રની તાજેતરની સિદ્ધિઓ પર ભાર મૂક્યો. આમાં છેલ્લા છ મહિનામાં ત્રણ મુખ્ય મિશનની સફળતા પણ શામેલ છે.

બ્રીફિંગને સંબોધતા, ISROના અધ્યક્ષે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ અભૂતપૂર્વ અને ઝડપી રહી છે. 2015 થી 2025 સુધી પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 સુધી પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. છેલ્લા 6 મહિના દરમિયાન, ત્રણ મહત્વપૂર્ણ મિશન પૂર્ણ થયા છે. Axiom-4 મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે.

અવકાશયાત્રી પ્રશાંત નાયરે શુભાંશુ રામને કહ્યું

આ PC દરમિયાન એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. આ બ્રીફિંગને સંબોધતા, અવકાશયાત્રી પ્રશાંત નાયરે શુભાંશુ શુક્લાને પોતાનો ભાઈ ગણાવ્યો અને કહ્યું કે તે રામનો લક્ષ્મણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ

આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા