કોરોનાવાયરસને કારણે દેશામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. જેના કારણે દેશની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર થઇ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કોરોના વાયરસ લોકડાઉનથી પ્રભાવિત અર્થતંત્ર માટે અને આત્મનિર્ભર ભારત અભિયાનનાં ભાગરૂપે વડા પ્રધાન મોદી દ્વારા જાહેર કરેલા 20 લાખ કરોડનાં પેકેજનાં ત્રીજા તબક્કાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 12 માર્ચે વડા પ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારત માટે સપ્લાય ચેન બનાવવા અને ડેમોગ્રાફી વિશે વાત કરી હતી. આજે, અમે કૃષિ અને તેનાથી જોડાયેલ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સીતારમણે કહ્યું કે, ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર આધારીત છે અને આજે અમે તે ધ્યાનમાં રાખીને બધી ઘોષણા કરીશું.
નાણાં પ્રધાન સીતારમણે કહ્યું હતું કે, ખેડૂત દેશનું પેટ ભરવાની સાથે નિર્યાત કરે છે તે માટે અનાજ સંગ્રહ, કોલ્ડ ચેન અને દેશ માટે અન્ય કૃષિ આધારિત માળખાકીય સુવિધા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કૃષિ ઉત્પાદકોનાં સંગઠનો, કૃષિ સ્ટાર્ટઅપ વગેરેમાં પણ તેના ફાયદા થશે. ખેડૂતો સાથે સંગ્રહની અછત અને મૂલ્યવર્ધન તકોનાં અભાવને પહોંચી વળવા 1 લાખ કરોડ રૂપિયાનું કૃષિ માળખુ બનાવવામાં આવશે. જેનાથી કોલ્ડ ચેઇનની સાથે લણણી પછીની સુવિધાઓ વિકસાવવામાં આવશે. સરકાર તાત્કાલિક ખેડૂતો માટે ફાર્મ ગેટનાં માળખાગત ઢાંચા માટે 1 લાખ કરોજડ રૂપિયાનું એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ બનાવવા જઇ રહી છે.
Government to immediately create a Rs 1 lakh crore Agri-Infrastructure Fund for farm gate infrastructure for farmers:
FM Nirmala Sitharaman pic.twitter.com/oimwGVZths— ANI (@ANI) May 15, 2020
નાણાં પ્રધાને કહ્યું કે, ખેડૂતોને ટૂંકા ગાળાની જે લોન આપવામાં આવે છે પરંતુ લાંબા ગાળાની કૃષિને ધ્યાનમાં અત્યાર સુધી લેવામાં આવી નથી પરંતુ આ પાસાની પણ કાળજી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કૃષિ માળખાગત પ્રોજેક્ટ માટે 1 હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં કૃષિ સહકારી મંડળીઓ, કૃષિ સંસ્થાનો અને કૃષિ સંબધી સ્ટાર્ટઅપ માટે વ્યવસ્થા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પાકની લણણી પછી અનાજ સંગ્રહ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાણાં પ્રધાને કહ્યું કે, આ ભંડોળ તાત્કાલિક આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
