એક ભારે રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે બુધવારે ચોમાસુ સત્રની શરૂઆત થતા જ તેલુગુ દેશમ પાર્ટી દ્વારા મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેનો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર કર્યો હતો.
ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ કુલ આઠ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યા હતા. જેમાંથી ટીડીપીના સાંસદ કેસિનાની શ્રીનિવાસરાવ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન 10 દિવસમાં તારીખ અને સમય આપશે. ત્યારબાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.
On the opening day of the #MonsoonSession of Parliament, the Speaker of the #LokSabha admits the no-confidence motion moved by @JaiTDP. Our fight for #AndhraPradesh after a most un-just bifurcation will never end until justice is served to her people. pic.twitter.com/rNMonWx396
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) July 18, 2018
ટીડીપીના આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 50થી વધારે સાંસદોની સહીઓ છે. તેમજ આ પ્રસ્તાવનું કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ અને તૃણમૂલ કોંગ્રેસે સમર્થન કર્યું છે.
ચોમાસુ સત્રની શરૂઆત બાદ જ બંને ગૃહોને સ્થગિત કરવામાં આવ્યા હતા. ઉગ્ર નારાબાજીના કારણે રાજ્યસભા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. તેલુગુ દેશમ પાર્ટીએ આંધ્ર પ્રદેશને વિશેષ કેટેગરી આપવાના મુદ્દાને આગળ વધાર્યો હતો.

ટીડીપી દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસ પ્રસ્તાવ મોદી સરકાર માટે ચિંતાજનક નથી, કારણ કે સાથી પક્ષો વગર પણ ભાજપ પાસે બહુમતી છે. પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવના કારણે બીજા પક્ષો પર કોઈ એક બાજુની પસંદગી કરવાનું દબાણ વધશે.
જણાવી દઈએ કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરુ કરીને 10 ઓગસ્ટ સુધી ચાલશે. મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લું સંસદ સત્ર છે.
