Not Set/ live: વિંગ કમાન્ડર અભિનંદન વતનમાં પહોંચ્યા, ભારતવાસીઓમાં ખુશીની લહેર

પાયલટ અભિનંદનના ઘરવાપસીથી ભારતવાસીઓમાં ખુશીની લહેર છે. અભિનંદનના પરિવાર સહિત તમામ ભારતવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા. IAF Wing Commander #AbhinandanVarthaman returns to India. pic.twitter.com/0uvWUBchcx — ANI (@ANI) March 1, 2019 IAF Wing Commander #AbhinandanVarthaman was accompanied by IAF Group Captain Joy Thomas Kurien, Defence Attache to Indian High Commission in Pakistan. https://t.co/CWNiLvYFgU — ANI […]

Top Stories India Trending

પાયલટ અભિનંદનના ઘરવાપસીથી ભારતવાસીઓમાં ખુશીની લહેર છે. અભિનંદનના પરિવાર સહિત તમામ ભારતવાસીઓ કાગડોળે રાહ જોઇ રહ્યા હતા.

 

હંદવાડામા ચાર જવાન શહીદ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં ચાર જવાન શહીદ થયા છે, બે પોલીસકર્મી અને એક CRPFના બે જવાન શહીદ
બીએસએફ અધિકારી અટારી બોર્ડર પર થોડા સમયમાં મીડિયા બ્રીફિંગ કરી શકે છે. તેના માટે અટારી બોર્ડર પર તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન હાજર રહી શકે છે.

વિંગ કમાન્ડર અભિનંદન વાઘા બોર્ડરે પહોંચ્યા

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીએ વિંગ કમાન્ડર અભિનંદન સ્વાગત કરતા ટ્વિટ કર્યું વેલકમ હોમ…સ્વીટ હોમ ..

પાકિસ્તાન તરફથી  અભિનંદન  વાઘા બોર્ડર પહોંચ્યા,હાલ વાઘા બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એરફોર્સના ટોચના અધિકારીઓ વાઘા બોર્ડર પહોંચી ગયા છે.

અટારી બૉર્ડર પર આ સમયે ગજબનું જોશ જોવા મળી રહ્યો છે. જોકે આજે બીટિંગ રીટ્રીટ પરેડ રદ કરવામાં આવ્યું છે, પરંતુ હાલ અટારી બૉર્ડરથી કેટલાક દૂર ઘણા લોકો હાજર છે. અટારી બૉર્ડર પર બીએસએફ અને એરફોર્સના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર છે.

કન્યાકુમારી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિંગ કમાન્ડર અભિનંદનની પ્રશંસા કરી. પી.એમ. મોદીએ કહ્યું કે દરેક ભારતીયને ગર્વ છે કે બહાદુર વિંગ કમાન્ડર અભિનંદન, તમિલનાડુથી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિળનાડુમાં ઘણા કાર્યક્રમોનું ઉદઘાટન કરશે.

વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈ ધ્યાનમાં રાખીને અટારી-વાઘા બૉર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. બૉર્ડર પર આજે બીટિંગ ધ રિટ્રીટ દર્શકો નહીં જોઈ શકે તે ખૂબ જ નાના સ્તર પર હશે. સામાન્ય જનતા આજે આ કાર્યક્રમને નહી જોઈ શકે. સામાન્ય લોકો ઉપરાંત મીડિયાની એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો છે. વાઘા બોર્ડર પર લોકોની ભારે ભીડ જોવા મળી છે,વાઘા બોર્ડર પર લોકોની ભારે ભીડ છે તેથી લોકોને હટાવાઈ રહ્યા છે.

ભારતના હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો કેમ્પ બન્યો નિશાન

ભારતના હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો કેમ્પ નિશાન બન્યો. પાકિસ્તાન ડીફેન્સ નામના પોર્ટલ પર જાણકારી અપાઇ. રીડીફની વેબસાઈટે પણ આ ખબરની પુષ્ટિ કરી.પાકના રેલ્વે મિનિસ્ટરે નિવેદન કર્યુ. શેખ રાશિદ અહેમદે પાક. સંસદમાં નિવેદન કર્યુ. ભારતે કરેલા હુમલામાં જબ્બા ખાત્તેનો જૈશનો કેમ્પ નિશાન બન્યો.

વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈ વચ્ચેની સીમા પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે સંખ્યામાં સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્રણેય સેનાના પ્રમુખો પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યા છે.

અબુધાબી ખાતે યોજાઈ રહેલા વિદેશ મંત્રીઓના આ સંમેલનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે આતંકવાદ લોકોની જીંદગીનો બરબાદ કરે છે, અશાંતિ ફેલાવે છે. આતંકવાદ સામે લડવા માટે ઇસ્લામિક દેશોએ જે પહેલ કરી છે તે સરાહનીય છે. આપણે જે પસંદ કરીએ તેના પણ માનવતી ટકી રહી છે. અમે તમારી સાથે છીએ. અમે આતંકવાદનો ખતરનાક ચહેરો જોયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશન (OIC) ભારતને આ સમિટમાં આમંત્રણ આપતા પાકિસ્તાને જોરદાર વિરોધ કર્યો અને ઇસ્લામિક દેશોની આ સમિટમાં ભાગ ન લીધો.

જેમ-જેમ વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈનો સમય નજીક આવી રહ્યો છે તેમતેમ અટારી બૉર્ડર પર લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે. લોકો તિરંગા સાથે આ વીર સપુતનું સ્વાગત કરવા માટે આતુર થઈ રહ્યા છે.

એક બાજુ લોકો અટારી બૉર્ડર પર પહોંચી રહ્યા છે તો બીજી તરફ વિંગ કમાન્ડર અભિનંદન જલ્દીથી સુરક્ષિત રીતે વતન પાછા ફરે તે માટે  પૂજા-પાઠકરવામાં આવી રહ્યો છે. તમિલનાડુના ચેન્નઈનાં એક મંદિરમાં અભિનંદનની સલામતી માટે પૂજા થઇ રહી છે. આ પૂજા-પાઠ રાજ્ય હોમગર્ડ્સ તરફથી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમદ કુરૈશીનું કહેવું, વિંગ કમાન્ડર અભિનંદન આજે બપોરે પછી અટારી-વાઘા બૉર્ડર પર પરત ફરશે.

ઉલ્લેખનીય છે ગઇકાલે POKના બડગામમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી. જેમાં પ્રથમ બંને પાયલટના મોત થયા હોવાની માહિતી મળી હતી. પરંતુ બાદમાં પાકિસ્તાને મીડિયા સમક્ષ પાયલટ પોતાને ત્યા હોવાની પુષ્ટી કરી હતી અને ગુરુવારે પાકના વડાપ્રધાન ઇમરાનખાને અભિનંદનને પરત કરવાની જાહેરાત કરી હતી.

ભારતવાસીઓ અભિનંદનનુ ભારતમાં સ્વાગત કરવા તલપાપડ છે. જો કે પાકિસ્તાન અભિનંદનને ક્યારે પરત કરશે તે સમય હજુ સુધી જાહેર કર્યો નથી. તમને જણાવી દઇએ કે અભિનંદનના પરત ઘરવાપસીના કારણે સમગ્ર ભારતમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાની સેના દ્વારા બુધવારે પકડી લેવાયા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર પાઈલટ અભિનંદન વર્ધમાનની આજે વતન વાપસી થશે. તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન ભારતને સોંપશે. આ માટે વાઘા બોર્ડર પર તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ થઈ રહી છે.

પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને
વાયુસેનાનું એક પ્રતિનિધિમંડળ આજે વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાઘા બોર્ડર જશે. પાકિસ્તાન સાથે હવાઈ સંઘર્ષ દરમિયાન તેઓ ભૂલથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતરણ કરી ગયા હતાં. હજુ જો કે એ સ્પષ્ટ નથી કે અભિનંદનને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોંપશે કે પછી ભારતીય અધિકારીઓને.

અત્રે જણાવવાનું કે ભારતે ગુરુવારે ખુબ જ કડક વલણ અપનાવ્યું હતું અને કહ્યું હતું કે અભિનંદનને છોડી દે પાકિસ્તાન, નહીં તો ભારત કડક કાર્યવાહી કરશે. ભારતે પાકિસ્તાન સાથે આ અંગે કોઈ પણ ડીલ કરવાની પણ ના પાડી દીધી હતી. કોઈ પણ શરત વગર અભિનંદનને છોડી મૂકવા જણાવ્યું હતું.

ત્યારબાદ પાકિસ્તાને અભિનંદનને શાંતિની પહેલ ગણાવીને છોડવાની વાત કરી. આ બાજુ નવી દિલ્હીમાં આર્મી, નેવી અને એરફોર્સની સેનાઓના ટોચના અધિકારીઓ દ્વારા સાંજે એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમાં કહેવામાં આવ્યું કે સુરક્ષા સામેના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે સેનાઓ હાઈ એલર્ટ પર છે. જો કે ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ વાત કરવાના મૂડમાં જરાય દેખાતું નથી.
ભારતે કહ્યું કે તે ઈચ્છે છે કે પાકિસ્તાન આતંકવાદ પર કાર્યવાહી કરે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે અભિનંદન પર કોઈ જ ડીલ નહીં થાય. તેમને કોઈ પણ શરત વગર ભારત પાછો મોકલવો જ પડશે. ભારતીય વાયુસેનાએ પણ ગઈ કાલે કહ્યું કે તેમને ખુશી છે કે પાકિસ્તાન દ્વારા પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ઘરે પાછા ફરશે.

જો કે પાકિસ્તાનના સદભાવના સંદેશ તરીકે છોડી મૂકવાની પહેલને તેમણે ફગાવી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ છૂટકારો જીનિવા સંધિ હેઠળ થયો છે.
અભિનંદને તોડી પાડ્યું હતું પાકિસ્તાનનું એફ 16
બુધવારે ભારતીય વાયુસેના અને પાકિસ્તાની વાયુસેનાના ફાઈટર વિમાનો વચ્ચે ઝડપ દરમિયાન ભારતનું મિગ 21 વિમાન પીઓકેમાં ક્રેશ થયું હતું અને અભિનંદન પીઓકેમાં ઉતરણ કરી ગયા હતાં.

જો કે તેમનું વિમાન ક્રેશ થયું તે પહેલા તેમણે પાકિસ્તાનના ફાઈટર વિમાન એફ 16ને તોડી પાડ્યું હતું. આ બાજુ તેના એક દિવસ પહેલા જ ભારતે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી તાલિમ કેમ્પ પર બોમ્બ વરસાવ્યાં હતાં.