Relationship: આપણે સૌ એવુ ઇચ્છતા જ હોઇએ છીએ કે, લોકો આપણને પસંદ કરે, આપણી સાથે વાતો કરે, આપણા વખાણ કરે અને આપણા મિત્ર બની જાય! પરંતુ, ઘણી વાર, અમુક વ્યક્તિઓને આપણે સમજી શકતા નથી અને મનોમન મૂંઝાયા કરીએ છીએ કે, ખરેખર એ આપણને પસંદ કરે છે કે નહિં? ખાસ કરીને, એ વ્યક્તિને જો આપણે પસંદ કરતા હોઇએ તો પછી મનમાં આ સવાલ રાત-દિવસ ઘુમરાયા કરે છે! આવા સંજોગોમાં રિલેશનશિપ અને સાયકોલોજી એક્સપર્ટની આ સલાહ કામ આવી શકે છે. એક્સપર્ટના મતે, એવા 3 ઈશારા છે જે સ્પષ્ટ કરી દે છે કે, કોઈ વ્યક્તિ આપણને પસંદ કરે છે કે નહિં? જો તમને પણ તમારી આસપાસના લોકો પાસેથી આવા સંકેતો પ્રાપ્ત થાય તો સમજી લેવું કે તમે એમના જીવનમાં લગીરે મહત્વ ધરાવતા નથી.
3 સંકેતો જે દર્શાવે છે કે, તમે કોઇને નાપસંદ છો
એ પોતાની દ્રષ્ટિ ફેરવી લે છે
જે વ્યક્તિ તમને પસંદ કરતી હશે એ તમારી તરફ વધુ ધ્યાન આપશે અને જ્યારે તમારી અને એની નજર મળે ત્યારે, બસ એકીટશે તમને જોયા જ કરશે. પરંતુ, જો તમે કોઇની સાથે નજર મેળવો અને એ તરત જ પોતાની દ્રષ્ટિ બીજી તરફ ફેરવી લે તો સમજી લો કે, તે વ્યક્તિ તમને નાપસંદ કરે છે.

અધવચ્ચેથી ટોકવું
જો કોઇ વ્યક્તિ તમારી વાતને ધ્યાનથી સાંભળવાનું ટાળતી હોય એવું લાગે તો એ સ્પષ્ટ સંકેત છે કે, એ તમને જરાય પસંદ કરતી નથી. જે લોકોને તમે પસંદ હશો એ તમને પોતાની વાત રજૂ કર્યા બાદ તમારી વાતને પણ ધ્યાનથી સાંભળશે. આથી ઊલટું, જે લોકો તમારી વાત હજુ ચાલતી હોય અને અધવચ્ચે ટોકીને પોતાની વાત શરુ કરી દે તો, એ વ્યક્તિ એવો ઈશારો કરી રહી છે કે, તેને તમારામાં કે તમારી વાતોમાં કોઇ જ રસ નથી.

તમારી પ્રતિક્રિયાની દરકાર ન કરવી
જે વ્યક્તિ તમને પસંદ કરતી હશે, એ કોઇ રમૂજી કિસ્સો સંભળાવે અને અન્ય લોકો હસતા હોય એમ છતાં, ખાસ તમારી સામે જોઇને તમારી પ્રતિક્રિયાની આતુરતાથી રાહ જોશે. પરંતુ, જો એને તમારા એપ્રુવલની કંઇ જ પડી ન હોય તો સમજી લેવું કે એને કદાચ તમે પસંદ નથી!

તમે કોઈને પસંદ છો એવું કઈ રીતે જાણવું?
તમને પસંદ કરતી વ્યક્તિ વારંવાર તમારી સાથે આઈ-કોન્ટેક્ટ અર્થાત્ તારામૈત્રક રચવાની કોશિશ કરશે.
તમને પસંદ કરતી વ્યક્તિની બૉડી લેંગ્વેજ તદ્દન અલગ જ હશે. એ તમારી નકલ કરશે અથવા તો તમને જોઇને સ્મિત કરશે, એવું પણ બને કે એ વ્યક્તિ તમારી સામે જુએ અને જોતી જ રહી જાય!!
તમારા આસ-પાસ હોવાથી એ વ્યક્તિ જરા નર્વસ થઇ ગયેલી જણાશે.
અન્યોની સરખામણીએ એ તમને સૌથી વધુ એટેન્શન આપશે.
તમને પસંદ કરતી વ્યક્તિનું સમગ્ર ધ્યાન તમારી વાતો પર જ હશે. ભલે ને તમે રુમમાં બધાની પાછળ લપાયેલા હો તો પણ, તમે શું કરી રહ્યાં છો અથવા શું બોલી રહ્યાં છો કે પછી કોઈ તમને શું કહી રહ્યું છે, એ સઘળી વાતોનું તે સતત ધ્યાન રાખે છે.
એ તમારા વિશે બધુ જાણવા માગશે. જો તમને સીધુ પૂછવાની હિંમત નહિં હોય તો, કોઈ અન્ય પાસેથી કોઇ ને કોઇ બહાનુ કાઢીને, તમારી નજીક આવવાની કોશિશ કરશે.
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!
