Lifestyle/ હાથ-પગની નસોમાં શાને કારણે ઝણઝણાટી થાય છે? જાણીએ એનો ઘરગથ્થું ઉપચાર…

શું તમને પણ ઘણી વાર હાથ અથવા પગ કે પછી, હાથ-પગ બંનેની નસોમાં ઝણઝણાટી મહેસૂસ થાય છે? જો આવું રોજ થતું હોય તો આ સંકેત પ્રત્યે દુર્લક્ષ્ય સેવશો નહિં! ચાલો જાણીએ કે, આવુ શાથી થાય છે અને એનો ઘરગથ્થું ઉપચાર શો છે?

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: ઘણા લોકોને હાથ અથવા પગમાં ઝણઝણાટીનો અનુભવ થયા કરતો હોય છે. જો તમને પણ આવું લાંબા સમયથી થતું હોય તો, આ લક્ષણોને સહેજ પણ નજરઅંદાજ ન કરવા જોઇએ. હાથ અને પગમાં ઝણઝણાટી થવાના ઘણા કારણો હોઇ શકે છે જેવા કે, કલાકો સુધી એક જ મુદ્રામાં બેસી રહેવું, શરીરમાં યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન ન થવું, નસો ઉપર દબાણ આવવું, શરીરમાં વિટામિનની ઉણપ વગેરે વગેરે…જો તમને હાથ-પગની નસોમાં ઝણઝણાટી થયા કરતી હોય તો તમને આ ઘરગથ્થું ઉપચારથી રાહત મળશે.

ઝણઝણાટીના ઘરગથ્થું ઉપચાર

1. હળદરનો પ્રયોગ

હળદરમાં અઢળક માત્રામાં ઔષધીય ગુણો હોય છે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં તે અત્યંત અસરકારક સાબિત થાય છે. એક ચપટીભર હળદરનું સેવન કરવાથી નસોમાં થનારી ઝણઝણાટીની તકલીફને દૂર કરી શકાય છે, આ માટે તમારે દરરોજ હળદરવાળુ દૂધ પીવાનું શરુ કરી દેવું જોઇએ. તજનું સેવન પણ આ સમસ્યામાં ફાયદો કરે છે.

2. સિંધાલૂણનો પ્રયોગ

સિેંધાલૂણ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. સ્નાન કરતી વખતે, પાણીમાં સિંધાલૂણ મિક્સ કરવાથી શરીરના દુ:ખાવામાં પણ એનો ઘણો લાભ મળે છે. આ ઉપરાંત, નવશેકા પાણીમાં સિંધવ મીઠું ઉમેરીને એમાં હાથ-પગ બોળીને 5 -10 મિનિટ સુધી નિયમિત રીતે શેક કરવાથી પણ ઘણો ફાયદો થાય છે. નસોમાં થતી ઝણઝણાટીથી છૂટકારો મેળવવા માટે તમે એને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવી શકો છો.

3. માલિશના ફાયદા

જો તને હાથ-પગ અથવા અન્ય ભાગોમાં ઝણઝણાટી થયા કરતી હોય તો તમે માલિશની મદદ લઇ શકો છો. માલિશ કરવાથી શરીરમાં બ્લડ સરક્યુલેશન સુયોગ્ય રીતે થાય છે જેને પરિણામે, નસોમાં અનુભવાતી ઝણઝણાટીની સમસ્યાથી ઘણા અંશે રાહત મળે છે. કોપરેલ તથા સરસિયાના તેલમાં અનેક ઔષધીય ગુણો હોય છે આથી, આ બંને તેલ માલિશ માટે ગુણકારી અને અસરકારક સિદ્ધ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશનું સૌથી મોટું ગણેશ મંદિર ગુજરાતના મહેમદાવાદમાં આવેલું છે, ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરોની મુલાકાત લો

આ પણ વાંચો:ગણેશોત્સવ ક્યારે મનાવવામાં આવશે? જાણો સાચી સ્થાપના વિધિ અને શુભ મુહૂર્ત…

આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો