Lifestyle/ ગણેશજી માટે બનાવો સૉફ્ટ અને દાણેદાર મલાઈ બરફી, ફક્ત ત્રણ વસ્તુઓથી મિનિટોમાં થશે તૈયાર!

જો તમે મોદક જેવી જ કોઇ સુંદર મીઠાઇ ગણેશજીને ધરાવવા માંગતા હો તો મલાઈ બરફી તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ મીઠાઈ ખાવામાં જેટલી મધુર…

Trending festival Religious Food Lifestyle

Lifestyle: જો તમે ગણપતિદાદાને તમારા હાથેથી બનેલો શુદ્ધ પ્રસાદ ધરાવવા માંગતા હો તો, અહિં અમે તમને માત્ર 3 જ વસ્તુઓનો ઉપયોગ કરીને, બાપ્પા માટે એક સરસ મજાની મીઠાઈ બનાવવાની આસાન રેસિપી દર્શાવવા જઇ રહ્યાં છીએ.

ગણેશોત્સવ (Ganeshotsav)એટલે ભક્તિ અને શ્રદ્ધાનો મહોત્સવ! ગણેશ ચતુર્થી 2025 (Ganesh Chaturthi 2025)ના આ પાવન તહેવારે દસ દિવસ સુધી બાપ્પાના ભક્તજનોમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ગણપતિની પૂજા દરમિયાન ભક્તો એમને ભાત-ભાતના પ્રસાદ (Prasad) ધરાવીને રીઝવતા હોય છે. આમ જોઇએ તો, મોદક (Modak) એમનો અતિ પ્રિય પ્રસાદ ગણાય છે પરંતુ, ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન તમે વિવિધ વ્યંજનો બનાવીને ભગવાન ગણપતિ (Lord Ganesha)ને અર્પણ કરી શકો છો. જો તમે મોદક જેવી જ કોઇ સુંદર મીઠાઇ ગણેશજીને ધરાવવા માંગતા હો તો મલાઈથી બનેલી બરફીની વાનગી તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ મીઠાઈ (Sweet) ખાવામાં જેટલી મધુર છે એટલી જ બનાવવામાં સરળ છે. તો ચાલો જાણીએ, એને શી રીતે બનાવવી?

મલાઈ બરફી શી રીતે બનાવશો?

સામગ્રી

અડધો કપ સૂકા કોપરાનું છીણ

અડધો કપ દળેલી સાકર અથવા ખાંડ

દોઢ કપ દૂધ

3 થી 4 ચમચી મિલ્ક પાઉડર (વૈકલ્પિક)

2 થી 3 ઇલાયચીનો ભૂકો

બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ

બનાવવાની વિધિ

1. સ્વાદિષ્ટ અને નરમ એવી બરફી બનાવવા માટે સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં દોઢ કપ દૂધ (Milk)ને ગરમ કરી લો.

2. દૂધ સારી રીતે ઉકળી જાય એટલે એમાં સૂકા કોપરાનું છીણ (Dry Coconut Powder) મિક્સ કરો.

3. હવે ધીમા તાપે, સતત હલાવતા રહીને આ મિશ્રણને ઘટ્ટ થવા દો. મિશ્રણ તળિયે ચોંટે નહિં એનું ખાસ ધ્યાન રાખવું.

4. આ ઘટ્ટ થયેલા મિશ્રણમાં અડધો કપ દળેલી ખાંડ અથવા સાકર ભેળવો અને સારી રીતે હલાવી લો. જો મિલ્ક પાઉડર ઉપલબ્ધ હોય તો, 3-4 ચમચી જેટલો મિક્સ કરી શકો છો.

5. ખાંડમાંથી છૂટેલું બધુ પાણી બળી જાય ત્યારે આ ઘટ્ટ થયેલા મિશ્રણમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.

6. તમે ઇચ્છો તો, તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ (Dry Fruits) જેવા કે બદામ, પિસ્તા વગેરેની કતરણ એમાં ઉમેરી શકો છો. એમાંથી થોડી કતરણને સજાવટ માટે બચાવીને રાખી મૂકો. ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાથી બરફીનો સ્વાદ અનેકગણો વધી જશે પરંતુ, એ નાખવા તદ્દન ઑપ્શનલ છે.

7. જ્યારે આ મલાઈ બરફી (Malai Barfi)નું મિશ્રણ એકદમ ઘટ્ટ બની જાય ત્યારે એને ઘી લગાવેલી એક થાળીમાં કાઢી લો અને નાની વાડકી કે તવેથાની મદદથી સરસ રીતે ફેલાવી લો. થાળી કાંસાની હોય તો ઉત્તમ રહેશે.

8. થોડી વારમાં આ પાથરેલું મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે એક છરી વડે એને બરફીના ચોકોર ટુકડામાં કાપી લો.

9. બરફીને બાકી રાખેલા ડ્રાયફ્રૂટ્સની કતરણ વડે સજાવી લો. તમે ઇચ્છો તો ચાંદીનો વરખ પણ લગાવી શકો છો. તમારી શુદ્ધ અને સ્વાદિષ્ટ એવી મસ્ત મજાની મલાઈ બરફી તૈયાર છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝટપટ બનાવો ચીઝ ગાર્લિક બ્રેડ, આ છે લાજવાબ રેસિપી…

આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…