Rafael Nadal/ રાફેલ નડાલે કરી સંન્યાસની જાહેરાત, જાણો છેલ્લી મેચ ક્યારે રમશે?

સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. તેણે કહ્યું કે તે નવેમ્બરમાં ડેવિસ કપની ફાઈનલ બાદ નિવૃત્ત થઈ જશે.

Trending Sports

Rafael Nadal: સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે તેની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા છે. તેણે કહ્યું કે તે નવેમ્બરમાં ડેવિસ કપની ફાઈનલ બાદ નિવૃત્ત થઈ જશે. આ વર્ષની શરૂઆતમાં પેરિસ ઓલિમ્પિક બાદ તેણે એકપણ મેચ રમી નથી. ડેવિસ કપની ફાઇનલમાં સ્પેનનો સામનો નેધરલેન્ડ સામે થશે. આ મેચ 19 થી 21 નવેમ્બર વચ્ચે રમાશે.

વીડિયો જાહેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી

નડાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું, “જીવનની દરેક શરૂઆતનો અંત હોય છે. મને લાગે છે કે મારી કારકિર્દી ખતમ કરવાનો આ યોગ્ય સમય છે. મેં ક્યારેય આટલી લાંબી કારકિર્દીની કલ્પના કરી ન હતી. હવે હું મારી છેલ્લી મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. હું આ મેચમાં મારા દેશનું પ્રતિનિધિત્વ કરીશ.

વિશ્વના મહાન ટેનિસ ખેલાડીઓમાં તેની ગણતરી થાય છે

રાફેલ નડાલની ગણતરી વિશ્વના મહાન ટેનિસ ખેલાડીઓમાં થાય છે. નોવાક જોકોવિચ પછી તે બીજા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ખેલાડી છે. તેણે તેની કારકિર્દીમાં 22 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, જ્યારે જોકોવિચે 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેને ક્લે કોર્ટનો રાજા કહેવામાં આવતો હતો. તેણે તેની કારકિર્દીમાં 14 ફ્રેન્ચ ઓપન જીત્યા છે. આ સિવાય તેણે 4 વખત યુએસ ઓપન અને 2 વખત વિમ્બલ્ડન અને ઓસ્ટ્રેલિયન ઓપન જીતી છે. તેણે 2008માં બેઇજિંગ ઓલિમ્પિકમાં ટેનિસમાં સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો.

પુરૂષ ખેલાડીઓ કે જેમણે વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે

નોવાક જોકોવિક       24
રાફેલ નડાલ       22
રોજર ફેડરર        20
પીટ સંપ્રાસ        14
રોય એમર્સન        12

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું પાકિસ્તાનમાં યોજાશે ICC ચેમ્પિયન્સ ટ્રોફી, ભારત જશે રમવા, ICCનો જવાબ

આ પણ વાંચો:આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત પાક જશે કે નહીં તે અંગે હજી પણ સંશય

આ પણ વાંચો:ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે $70 મિલિયનનું બજેટ મંજૂર, પણ શું ભારત રમશે?