World News: બ્રિટનમાં એક હિન્દુ મંદિર (Bharat Hindu Temple, UK) પર બંધ થવાનું જોખમ ઝળુંબી રહ્યું છે! પૂર્વ બ્રિટનના પીટરબરો (Peterborough) શહેરમાં એક પરિસરમાં સ્થિત 40 વર્ષ જૂના હિંન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર બંધ થશે એવો ભય (Closure Risk) પ્રસર્યો છે. આવું એટલા માટે થઇ રહ્યું છે કે, મંદિર માટે જે ભવન ભાડે આપવામાં આવ્યું છે એ ભવનને વેચવાનો નિર્ણય સ્થાનિક પ્રશાસને યોગ્ય ઠેરવ્યો છે.

હિન્દુ મંદિર (Bharat Hindu Temple UK) બંધ થવાનું જોખમ
ભારત હિન્દુ સમાજ મંદિર (Bharat Hindu Samaj Temple) ની સ્થાપના વર્ષ 1986માં યૂકે ના પીટરબરો શહેરના ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સમાં થઇ હતી અને કેમ્બ્રિજશાયર, નૉરફૉક અને લિંકનશાયરના મોટા વિસ્તારમાંથી લગભગ 13,000 થી પણ વધારે હિન્દુઓ અહિં દર્શન કરવા માટે આવે છે. સિટી કાઉન્સિલ (City Council)ના આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગણી સાથે મંદિર પ્રશાસન એક અભિયાન ચલાવી રહ્યું છે. આ મહિનાના પ્રારંભે કાઉન્સિલ કેબિનેટની બેઠકમાં એવું કહેવામાં આવેલું કે, “સંપત્તિના વેચાણથી કરદાતાઓ માટે સર્વશ્રેષ્ઠ મૂલ્ય અપાવવાની કાયદાકીય જવાબદારી એની છે.”

મંદિર દ્વારા ભવનના વેચાણની નિંદા
સામા પક્ષે, મંદિરે એક બયાન જારી કરીને કહ્યું કે, “અમે ભારત હિન્દુ સમાજ સાથે સંકળાયેલા ભવનના વેચાણની આકરી નિંદા (Condemnation) કરીએ છીએ. સમુદાય દ્વારા બનાવવામાં આવેલી સંસ્થાનું બંધ દરવાજાની પાછળ, કોઈ પારદર્શિતા અથવા તો સંમતિ વિના વેચાણ થવું ન જોઇએ!”
એમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, “આ કેવળ સંપત્તિ (Wealth) વિષયક નથી પરંતુ વારસા, વિશ્વાસ અને જવાબદારી વિષયક બાબત છે. સમુદાયને એનો જવાબ મેળવવાનો હક છે, પ્રાયવસીનો નહિં! આ નિર્ણય પર પ્રશ્ન ઉઠાવવામાં આવવો જોઇએ અને એનો વિરોધ થવો જોઇએ.”
બ્રિટિશ હિન્દુઓ (British Hindu)ના પ્રતિનિધિત્વ કરનારી પ્રમુખ સંસ્થા હિન્દુ કાઉન્સિલ યૂકે (Hindu Council UK) દ્વારા, લેબર પાર્ટી (Labor Party)ના નેતૃત્વવાળી પીટરબરો સિટી કાઉન્સિલ (PCC)ના નવા પ્રશાસન પર, મંદિરના સામાજીક પ્રભાવ મૂલ્યને માનવા ઉપરાંત, ‘ભારત હિન્દુ સમાજ’ને એનું સ્વામિત્વ ટ્રાન્સફર કરવાની પ્રતિબદ્ધતાની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: એપસ્ટીન કનેક્શન વિવાદ વચ્ચે બ્રિટનના PM સ્ટાર્મરનો ઇનકાર, કહ્યું હું પદ નહીં છોડું
આ પણ વાંચો: નેતન્યાહૂએ પેલેસ્ટાઇન પર બ્રિટન અને કેનેડા પર તીર સાધ્યું, કહ્યું- ‘આતંકવાદને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે’
આ પણ વાંચો: બ્રિટનમાં જાતિવાદી ટિપ્પણીઓ કરી ભારતીય મૂળની મહિલા પર દુશકર્મ આચર્યુ
