uk news/ ‘તમારા દેશ પાછા જાઓ…’ શીખ મહિલા પર બ્રિટનમાં બે હેવાનોનું દુષ્કર્મ, સાંસદ ભડક્યા

હેવાનોએ જાતિ આધારિત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો

Top Stories World

Uk News : એક શીખ મહિલા પર યુનાઇટેડ કિંગડમના ઓલ્ડબરી શહેરમાં  હેવાનિયતથી સ્થાનિક સમુદાયને ઘેરો આઘાત પહોંચ્યો છે. જેમાં બે પુરુષોએ 20 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહી  આ હેવાનોએ જાતિ આધારિત અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઘટના ટેમ રોડ પાસે ગત મંગળવારે સવારે 8:30 વાગ્યે  બની હતી.

આ ઘટનાને પોલીસે ‘જાતિગત રીતે ગંભીર ગુનો’ ગણાવતાં કહ્યું કે, ‘હાલમાં અમે હુમલાખોરોને શોધી રહ્યા છે. તેમજ સીસીટીવી અને ફોરેન્સિક તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ હુમલા અંગે પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે, હુમલાખોરોએ તેના પર જાતિગત ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે ‘તમારા દેશમાં પાછા જાઓ.’

સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે, શંકાસ્પદો બંને શ્વેત પુરુષો છે. એકનું માથું મુંડન કરેલું હતું અને તેણે ઘેરા રંગનો સ્વેટશર્ટ પહેર્યો હતો, જ્યારે બીજો ગ્રે ટી-શર્ટ પહેરેલો હતો.આ ઘટનાને લઈને સ્થાનિક શીખ સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે. તેને સીધી રીતે જાણી જોઈને કરવામાં આવેલો હુમલો માનવામાં આવી રહ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સમુદાયનો ગુસ્સો સંપૂર્ણપણે વાજબી હતો અને હવે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

બર્મિંગહામ એજબેસ્ટનના સાંસદ પ્રીત કૌર ગિલે આ હુમલાની નિંદા કરતાં કહ્યું: ‘આ માત્ર એક અત્યંત હિંસક ગુનો નથી, પરંતુ આ જાતિગત રીતે પણ ઉગ્ર હતો. હુમલાખોરોએ કથિત રીતે પીડિતાને કહ્યું હતું કે, તે અહીંની નથી. પરંતુ હકીકત એ છે કે, તે અહીંની છે. આપણા શીખ સમુદાય અને દરેક સમુદાયને સુરક્ષિત, આદરણીય અને મૂલ્યવાન અનુભવવાનો અધિકાર છે. જાતિવાદ અને સ્ત્રીવિરોધને બ્રિટનમાં કોઈ સ્થાન નથી.’

ઇલ્ફોર્ડ સાઉથના સાંસદ જસ અઠવાલે આ હુમલાને ‘ઘૃણાસ્પદ, જાતિવાદી અને સ્ત્રીવિરોધી ‘ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ હુમલો આપણા દેશમાં વધતા વંશીય તણાવનું પરિણામ છે. હવે એક મહિલાને જીવનભર આઘાત સહન કરવો પડશે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવી જોઈએ.’


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં દુકાનમાં ચોરી કરતી પકડાઈ ગુજરાતી મહિલા, પછી…

આ પણ વાંચો:અમેરિકાના 50% ટેરિફ સામે ભારતનો કડક જવાબ,જયશંકરનું નિવેદન વૈશ્વિક ચર્ચાનો વિષય

આ પણ વાંચો:અમેરિકામાં સ્ટોરમાં શૂટ કરાયેલા ગુજરાતીના કુટુંબને 38 લાખ ડોલરનું વળતર મળશે