Kutch News: કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં પુનરાજપર ગામ ખાતે સ્થાનિકો અને ખેડૂતોએ તંત્ર સામે લિગ્નાઇટ પ્રોજેક્ટ (Lignite Project) ને લઈને મોરચો માંડ્યો છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GMDC)ના પ્રસ્તાવિત લિગ્નાઇટ પ્રોજેક્ટ (Lignite Project) સામે ખેડૂતો (Farmers) અને સ્થાનિકોએ મોટાપાયા પર વિરોધ (Opposite) દર્શાવ્યા છે. આ પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતોએ એકત્રિત થઈને લખપતથી માતાના મઢ સુધી ન્યાય યાત્રા (Nyayyatra)નું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે લિગ્નાઇટ પ્રોજેક્ટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

લિગ્નાઇટ પ્રોજેક્ટ (Lignite Project) ફળદ્રુપ જમીનનો ભોગ લેશે
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(GMDC)ના પ્રસ્તાવિત લિગ્નાઇટ પ્રોજેક્ટના કારણે કમસેકમ ત્રણ હજારથી વધારે ફળદ્રુપ જમીન ખરાબાની જમીનમાં ફેરવાઈ જશે તેવો દાવો ખેડૂતોએ કર્યો છે. કચ્છમાં આના વિરોધમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે અને પદયાત્રા કાઢીને સરકાર અને તંત્ર સુધી તેમની વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તેની સાથે જણાવ્યું હતું કે આ વિરોધ પ્રદર્શન તો હજી શરૂઆત છે.

ખેડૂતોની વિવિધ માંગો
આ વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતોની મુખ્ય માંગણીઓ હતી કે જમીન સંપાદન કરવામાં આવે તેના પહેલાં જમીનમાં ખનીજ છે કે નહીં તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે. જમીનમાં બે પ્રકારના ખનીજ હોવાથી ખેડૂતોને ડબલ ખનીજના જથ્થા માટે યોગ્ય અને ન્યાયી વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત પુનરાજપર ગામનું પ્રમોલેગેશન ન થાય ત્યાં સુધી માઇન્સની કોઈ કામગીરી શરૂ કરવામાં ન આવે. આમ ખેડૂતો તેમની માંગોને લઈને જબરદસ્ત આક્રમક છે. લાંબા સમયથી થતી અવગણનાના કારણે તેમણે એકત્રિત થઈ મોટાપાયા પર વિરોધ પ્રદર્શન કર્યુ છે.
અમારી રજૂઆત કોઈ સાંભળતું નથીઃ ખેડૂતો
ખેડૂતોનું કહેવું છે કે તાલુકાથી લઈને જિલ્લા સ્તર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી ચૂકી છે. છતાં તંત્રના બહેરા કાને કશું સંભળાયુ નથી. તંત્રએ અમારી રજૂઆતો જોવા સાંભળવા છતાં પણ તેની સુધ લીધી નથી. આમ સિવાય હજી પણ જો પગલાં ન લેવાયા તો અમારે આગામી દિવસમાં અમારા દેખાવો વધુ ઉગ્ર કરવાની અને આંદોલનને પણ વધુ ઉગ્ર બનાવવાની ફરજ પડશે તેવી ચીમકી ખેડૂતોએ આપી હતી. આ ઉપરાંત બીજા સંગઠનો પણ તેમા જોડાશે એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ખાવડા નેશનલ હાઇવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો સર્જી રહ્યા છે જાનહાનિ
આ પણ વાંચો: ગાંધીધામમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, હોટેલ રૂમમાં યુવતીની હત્યા
આ પણ વાંચો: પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કરશે સુરક્ષા સમીક્ષા, કચ્છ સરહદી સુરક્ષા વધુ મજબૂત કરાઇ
