Kutch News/ ગાંધીધામમાં પ્રેમ સંબંધનો કરુણ અંત, હોટેલ રૂમમાં યુવતીની હત્યા

Kutch Crime News:કચ્છના ગાંધીધામમાં પ્રેમ સંબંધનો દુઃખદ અને લોહિયાળ અંત આવ્યો છે. ખન્ના માર્કેટ વિસ્તારની હોટેલમાં યુવકે પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરતા ચકચાર મચી છે.

Gujarat Others
Kutch crime news

Kutch Crime News: Gandhidham શહેરમાં પ્રેમ સંબંધનો એક કરુણ અને લોહિયાળ અંત આવ્યો છે. ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી હોટેલમાં 21 ફેબ્રુઆરીના રોજ એક યુવકે પોતાની પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.

Kutch Crime News: હોટેલના રૂમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો

માહિતી અનુસાર, શનિવારે એક યુવક અને યુવતી ખન્ના માર્કેટની હોટેલમાં રૂમ લઈને રોકાયા હતા. સાંજે યુવક એકલો બહાર નીકળી ગયો હતો. થોડા સમય પછી હોટેલ સ્ટાફે રૂમ તપાસતા અંદર યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી. તરત જ પોલીસને જાણ કરવામાં આવી.
Gandhidham A Division Police ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. પ્રાથમિક રિપોર્ટમાં ગળું દબાવવાના કારણે મોત થયાનું સ્પષ્ટ થયું.

Kutch news, hotel murder Gujarat
Kutch news, hotel murder Gujarat

શંકાએ લીધો જીવ

તપાસ દરમિયાન યુવતી સાથે રોકાયેલો દિલીપ રાઠોડ પોલીસ હાથે ઝડપાયો હતો. કડક પૂછપરછમાં તેણે ગુનો સ્વીકારી લીધો. સામે આવ્યું કે મૃતક ભાવના લોંચા અગાઉ બે લગ્ન કરી ચૂકી હતી અને હાલ એકલી રહેતી હતી. આરોપી દિલીપ પણ પત્નીથી અલગ રહેતો હતો. બંને વચ્ચે લાંબા સમયથી સંબંધ હતો.
પોલીસ મુજબ, દિલીપને ભાવનાના અન્ય મિત્રતા સંબંધોને લઈને શંકા હતી. આ મુદ્દે હોટેલ રૂમમાં બંને વચ્ચે તીવ્ર વાદવિવાદ થયો, જે દરમિયાન ઉશ્કેરાઈને દિલીપે ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:લગ્ન નોંધણી સુધારા બિલ પર હેમંત ખવાનું નિવેદન, દીકરીઓની સુરક્ષા માટે કાયદો જરૂરી

આ પણ વાંચો:ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં ભરતી નિયમોમાં ફેરફાર, ફિક્સ પગાર પરની સેવા હવે અનુભવ પર માન્ય ગણાશે

આ પણ વાંચો:ગુજરાતનો સૌથી મોટો ટેક પ્રોજેક્ટ! ધોલેરામાં ₹25,000 કરોડના ખર્ચે સ્થપાશે દેશનું સૌથી મોટું ‘ગ્રીન AI ડેટા સેન્ટર’