ગુજરાત/ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી દરમ્યાન થયું મજૂરનું મોત

ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મજૂરનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ચાલુ છે. બ્રિજની કામગીરી દરમ્યાન લોડરમાં મજૂર આવી જતા નિપજ્યું મોત.

Top Stories Gujarat Others

અકસ્માત: ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મજૂરનું મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ચાલુ છે. બ્રિજની કામગીરી દરમ્યાન લોડરમાં મજૂર આવી જતા નિપજ્યું મોત. બનાવની જાણ થતા પીપાવાવ પોલીસે ઘટના સ્થળે દોડી આવી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃત્યુ પામનાર યુવક બિહારનો વતની હતો. જે કમાણી કરવા ગુજરાત આવ્યો હતો. પ્રાંતીય ઈસમનું અકસ્માતે મોત થતા મોટી સંખ્યામાં પરંપરાતીઓ લોકો એકત્રિત થયા હતા.

ગુજરાતમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ધમધોકાર ચાલી રહી છે. રાજ્યમાં અસહ્ય પડતી ગરમીમાં પણ મજૂરો દિવસભર કામ કરતા રહે છે. રાજ્ય સરકારના આદેશ બાદ બપોરે મજૂરોને કામમાંથી રાહત આપવામાં આવે છે. દરમ્યાન નેશનલ હાઈવે પર બ્રિજની કામગીરી ચાલુ છે ત્યારે રાજુલાની ભેરાઇ ચોકડી નજીક ગમખ્વાર ઘટના બનવા પામી. ભેરાઈ ચોકડી પાસે કામગીરી દરમ્યાન મજૂર યુવક પર રોલર ફરી વળતા કમકમાટી ભર્યુ મોત થયું. પીપાવાવ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી. મૃત્યુ પામેલ બિહારના યુવકને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો. સમગ્ર મામલે પીપાવાવ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

જણાવી દઈએ કે અગાઉ પણ ભાવનગર –સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક બાઈક ચાલકનું મોત થયુ હતું. નેશનલ હાઈવે પર થયેલ આ અકસ્માતમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોવાનું સામે આવ્યું હતું. રસ્તા પર ડાયવર્ઝન માટે કોઈ બેરિકેડ લગાવાયા ન હતા જેના કારણે આ અકસ્માત સર્જોયો હતો. રસ્તા પર સેફ્ટી બોર્ડના બદલે માત્ર માટીનો પાળો કરવામાં આવ્યો હતો. દરમ્યાન યુવકનું બાઈક માટીના પાળામાં ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાર્યો. ગંભીર અકસ્તમાતમાં યુવકનું મોત નિપજ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?