Gujarat News/ શિમલાની સહેલગાહ મોતની સફર બની! પંજાબના ધુમ્મસમાં પાંચ ગુજરાતીઓ હોમાયો

પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસના કારણે ફોર્ચ્યુનર કારનો Accident સર્જાતા ગુજરાતના 5 યુવાનોના મોત થયા છે. મૃતકોમાં દિયોદરની મહિલા કોન્સ્ટેબલ અમિતાબહેન રાજપૂત પણ સામેલ છે.

Gujarat Top Stories Others
Accident

Punjab Bathinda Accident: ઉત્તર ભારતમાં પડી રહેલા ગાઢ ધુમ્મસના કારણે એક Accident સર્જાયો છે. પંજાબના બઠિંડામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના 5 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં દિયોદર પોલીસ સ્ટેશનની એક મહિલા કોન્સ્ટેબલનો પણ સમાવેશ થાય છે. આ સમાચારથી સમગ્ર બનાસકાંઠા પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

શિમલાથી પરત ફરતી વખતે સર્જાયો કાળ

મળતી માહિતી મુજબ, વાવ-થરાદ અને દિયોદર પંથકના પાંચ મિત્રો ફોર્ચ્યુનર કાર લઈને શિમલા ફરવા ગયા હતા. શનિવારે સવારે પરત ફરતી વખતે પંજાબના બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર ફૂલ ઝડપે ડિવાઈડર સાથે અથડાતા કારનું પડીકું વળી ગયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ પાંચેયના મોત થયા હતા.

Accident

 Accidentમાં મહિલા કોન્સ્ટેબલ સહિત 5ના મોત

અકસ્માતમાં મોતને ભેટેલા તમામ યુવાનોની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ અમિતાબહેન કરશનભાઈ રાજપૂત (મહિલા પોલીસ કોન્સ્ટેબલ, રહે. રાટીલા, દિયોદર), અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી), જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ), સતીષભાઈ તરીકે થઈ છે.

બઠિંડાના એસપી નરીન્દર સિંહે જણાવ્યું હતું કે, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ અકસ્માત સર્જાયો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસે કાર કાપીને ખૂબ જ જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

બનાસકાંઠામાં શોકનું મોજું

આ અકસ્માતના સમાચાર વાયુવેગે બનાસકાંઠામાં પહોંચતા જ મૃતકોના વતનમાં માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ યુવાનો અને તેમાય એક પોલીસ કોન્સ્ટેબલ બહેનનું મોત થતા પરિવારોમાં કલ્પાંત મચી ગયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા

આ પણ વાંચો: ડીસા-પાલનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, ટેલર-ટ્રક પલટ્યા

આ પણ વાંચો: ડીસામાં રોંગ સાઈડ ટ્રકથી અકસ્માત, બે સ્કૂટી સહિત ત્રણને ગંભીર ઈજાગ્રસ્ત