Vadodara News/ વડોદરામાં ‘લેટર બોમ્બ’ બાદ મોટો ધડાકો! 3 ધારાસભ્યોએ સંકલન સમિતિની બેઠકનો કર્યો બહિષ્કાર

વડોદરામાં વિકાસ કામો મુદ્દે MLA અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદ વકર્યો. કેતન ઇનામદાર સહિત ૩ ધારાસભ્યોએ સંકલન સમિતિની બેઠક (Sankalan Samiti Meeting) નો બહિષ્કાર કર્યો.

Gujarat Vadodara Trending
Sankalan Samiti Meeting

Vadodara MLA Boycott Sankalan Samiti Meeting: વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પાંચ ધારાસભ્યોએ લખેલા સામૂહિક પત્ર બાદ, આજે 17 જાન્યુઆરીએ મળેલી જિલ્લા સંકલન સમિતિની પ્રથમ બેઠકમાં જ મોટો વિવાદ સર્જાયો છે. જિલ્લાના 3 ધારાસભ્યોએ આ બેઠકનો બહિષ્કાર કરીને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

જૂના કામો ઠપ્પ હોવાથી ધારાસભ્યો નારાજ

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આજની બેઠકમાં હાજરી આપી નહોતી. ખાસ કરીને કેતન ઇનામદારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી જૂના વિકાસ કામો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તેઓ સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપશે નહીં. તેમણે વહીવટી વિભાગના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “એકના એક પ્રશ્નો પૂછવા અને તેના જવાબો લઈને ઘરે જવાનો કોઈ મતલબ નથી.”

Sankalan Samiti Meeting

Sankalan Samiti Meeting માં ધારાસભ્યોના અલગ-અલગ સૂર

એક તરફ ત્રણ ધારાસભ્યો ગેરહાજર રહ્યા, તો બીજી તરફ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સાંસદ ડો. હેમાંગ જોશી સાથે અલગ બેઠક યોજી હતી. જોકે, શૈલેષ મહેતાએ બહિષ્કાર અંગે કોઈ પણ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. Sankalan Samiti Meetingના અંતિમ સમયે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેયુર રોકડિયા સંકલન સમિતિમાં હાજર રહ્યા હતા.

રાજકીય ગરમાવો: વિકાસ કાર્યો પર જોખમ?

વડોદરાના પાંચેય ધારાસભ્યોએ વિકાસના કામો ન થતા હોવાની રજૂઆત સીધી મુખ્યમંત્રીને કર્યા બાદ આ બહિષ્કારની ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. શું વહીવટી તંત્રના ઢીલા વલણને કારણે વડોદરાના વિકાસ કાર્યો રખડી પડશે? તેવો પ્રશ્ન અત્યારે જનતામાં પૂછાઈ રહ્યો છે. ધારાસભ્યોની આ નારાજગી આગામી સમયમાં કોઈ નવા વળાંક લાવે છે કે કેમ તે જોવું રહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવસારી જિલ્લા કોંગ્રેસમાં ‘લેટર બોમ્બ’, આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો

આ પણ વાંચો: ભાવનગરની સિહોર નગરપાલિકાની ચૂંટણી બાદ લેટર બોમ્બ

આ પણ વાંચો: રાજકોટમાં ફરી એકવાર ભાજપનો ‘લેટર બોમ્બ’! પોતાની જ પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ