Not Set/ ઉદ્ધવ ઠાકરેએ BJPના ચાણક્ય પર ફોડ્યો બોમ્બ, કહ્યું, “આજ દિવસ સુધી શિવસેનાને હરાવનારો…

મુંબઈ, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે એમ હવે દેશના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા એકબીજા પર આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું એક નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવેદનને લઈ પલટવાર કરતા કહ્યું હતું […]

Top Stories India Trending

મુંબઈ,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે એમ હવે દેશના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના નેતાઓ દ્વારા એકબીજા પર આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ વચ્ચે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનું એક નિવેદન સામે આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપના અધ્યક્ષ અમિત શાહના નિવેદનને લઈ પલટવાર કરતા કહ્યું હતું કે, “હું એ કોઈના દ્વારા પટકવાના શબ્દો સાંભળ્યા છે, પરંતુ શિવસેનાને હજી સુધી હરાવનારો પેદા થયો નથી”.

national-uddhav-thackeray-respond-amit-shah-comment-over-defeating-nda-partners-loksabha-elections

શિવસેના પ્રમુખની આ ટિપ્પણી એ સમયે આવી છે જયારે અમિત શાહે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ”જો ગઠબંધન થાય છે તો ભારતીય જનતા પાર્ટી પોતાની સાથી પાર્ટીઓ માટે જીત સુનિશ્ચિત કરશે, પરંતુ જયારે આ ગઠબંધન થતું નથી તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પોતાના જૂના સહયોગીઓને હરાવશે”.

તેઓએ મોદી લહેર અંગે કહ્યું, “શિવસેનાએ પોતાની યાત્રામાં ઘણી લહેરો જોઈ છે”.

રામ મંદિર અંગે ઠાકરેએ જણાવ્યું, “ભાજપની વિરુધ, શિવસેનાએ ચૂંટણી પહેલા જ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે, જેથી તેઓનો પર્દાફાશ થઇ શકે કે જે હંમેશાની આ મુદ્દાનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે કરે છે”.