લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વધુ 6 ઉમેદવાર જાહેર કરાયા. હાલ 12 ઉમેદવારો ના નામ જાહેર થઇ ચુક્યા છે.
પાટણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા આયાતી ઉમેદવારનો વિરોધ યથાવત બહાર આવ્યો છે. એક તરફ આજથી કોંગ્રેસ દ્વારા વિધાનસભા વિસ્તારમાં યોજાયી રહ્યું છે વિજય વિશ્વાસ સંમેલન ત્યારે પાટણ લોકસભાની ટિકિટ માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા એક તરફ જગદીશ ઠાકોર નું નામ નક્કી થતા પાટણના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર ના જણાવ્યા પ્રમાણે જો સ્થાનિક કોંગ્રેસીને ટિકિટ નહિ મળે તો અપક્ષમાં ભરશે ફોર્મ. જો જોધાજી ઠાકોર દ્વારા અપક્ષમાં દાવેદારી કરવામાં આવે તો કોંગ્રેસની વોટ બેન્ક હોય તેવા ઠાકોર સમાજમાં પડી શકે છે ભાગલા.
પાટણ – જગદીશ ઠાકોર
બારડોલી – તુષાર ચૌધરી (નામ ચર્ચામાં)
વલસાડ – જીતુ ચૌધરી
જૂનાગઢ – પુંજા વંશ
પંચમહાલ – વી. કે. ખાંટ
રાજકોટ – લલિત કગથરા
પોરબંદર – લલિત વસોયા
અગાઉ જાહેર થયેલ ઉમેદવાર
છોટાઉદેપુર – રણજીત રાઠવા
કચ્છ – નરેશ મહેશ્વરી
આણંદ – ભરતસિંહ સોલંકી
નવસારી – ધર્મેશ પટેલ
અમદાવાદ પશ્ચિમ – રાજુ પરમાર
વડોદરા – પ્રશાંત પટેલ
