Gujarat/ છોટા ઉદેપુરમાં ફૂડ પોઈઝનીંગથી 30 બાળકોની તબિયત લથડી

વોમિટીંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ

Top Stories Gujarat

Gujarat News : એક તરફ ગરમી અને વરસાદ વચ્ચે વાતાવરણને પગલે બહારના દુષિત ખાદ્ય પદાર્થો જોખમી સાબિત થઈ રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુરમાં ફૂડ પોઈઝનીંગને કારણે 30થી વધુ બાળકોની તબિયત લથડતા ખળભળાટ મચ્યો છે.આ બનાવની વિગત મુજબ છોટા ઉદેપુરમાં આવેલી મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનીંગની આ ઘટના બની હતી.

જેમાં 30થી પણ વધુ બાળકો ફૂડ પોઈઝનીંગનો ભોગ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં હજી પણ બાળકોની સંખ્યા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.બાળકોને વોમીટીંગ અને પેટમાં દુખાવાની શરૂઆત થઈ ગઈ હતી. જેને પગલે તેમને તાત્કાલિક સિવિલ તથા અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને ફૂડ પોઈઝનીંગ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો