Banaskantha News : ડીસા-પાલનપુર હાઇવે પર આવેલા ભોયણ પાટીયા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રેલર-ટ્રક અચાનક પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ નીચે દટાઈ જવાથી મોતને ભેટ્યા હતા..અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે.આ ઘટનામાં બચી ગયેલા ગોરખપુરના વતની ઓપરેટર રામકિશન મૌર્યએ જણાવ્યું કે આ ટ્રક-ટ્રેલર બાડમેરથી આવી રહી હતી અને વડોદરા તરફ જઈ રહી હતી.
ટ્રક-ટ્રેલર કુલ પાંચ લોકો સવાર હતા, જેમાંથી 2ના મોત થયા છે અને 3 ઈજાગ્રસ્ત થયા છે. બે લોકો દબાઈ ગયા હતા જેમને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાવમાં આવ્યા છે, જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. ટ્રક-ટ્રેલરમાંથી એક પાર્ટ્સ ખુલી જતાં આ આખી ઘટના બની હોવાનું ઓપરેટરે જણાવ્યું છે.
આ પણ વાંચો: Gandhinagar News/નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ…
આ પણ વાંચો: Gujarat News/ગુજરાતના દૂધાળા પશુઓમાં વ્યંધત્વ ઘટાડીને દૂધ ઉત્પાદન વધારવા “ફર્ટિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ” અમલમાં મૂકાયો
આ પણ વાંચો: ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું શક્તિ પ્રદર્શન, મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત
