(તીર્થ પંડ્યા – પ્રતિનિધિ, ડાકોર)
રાજ્ય સરકારે સરકારી કચેરીઓમાં બહાર નીકળતા સમયે અધિકારીઓને લાઇટો બંધ કરી દેવા આદેશ કર્યા છે. ત્યારે આંકલાવ તાલુકાના પંચાયતની કચેરીમાં કોઈ કર્મચારી હાજર નાં હોવા છતાં પંખા અને લાઈટો ચાલુ જોવા મળ્યા છે.
સરકાર દ્વારા ”વીજળી બચાવો” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જો કે આણંદ જીલ્લાની આંકલાવ તાલુકા પંચાયતની કચેરી ખાતે વીજળી બચાવો કાર્યક્રમનું સુરસુરીયું થઈ જવા પામ્યું છે. ખુદ કચેરીના કર્મચારીઓ જ વીજળી બચાવવામાં ઉણાં ઉતર્યા હોય તેમ કર્મચારી હાજર ન હોવા છતાં કચેરીના લાઈટ પંખા ચાલુ હાલતમાં જોવા મળતાં કચેરી ખાતે આવતા ગ્રાહકોમાં પણ આશ્ચર્યની લાગણી ફેલાઈ છે.

નાગરિકોમાં વીજળી બચાવવા અંગે જાગૃતિ આવે તે હેતુથી સરકાર તેમજ વીજ કંપની દ્વારા ‘વીજળી બચાવો” અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે. વીજળી બચાવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા ઉજ્જવલા યોજના જેવી યોજનાઓ પણ અમલમાં મૂકી છે. જો કે આંકલાવ તાલુકાના પંચાયતની કચેરીના જ કર્મચારીઓ જાણે દિવાળી આવી ગઈ હોય તેમ લાઈટો અને પંખા ચાલુ રાખીને લટાર મારવા બહાર નીકળી ગયા હતા. એક પણ કર્મચારી આ ઓફિસમાં હાજર નહીં હોવાથી ઈલેક્ટ્રીસીટીનો વ્યય થઈ રહ્યું છે. ઓફિસમાં કોઈ કર્મચારી કોઈ કર્મચારી હાજર ન હોવા છતાં પંખા તેમજ લાઈટો મૂકી દેવામાં આવતા ”વાડ જ ચીભળાં ગળે” તેવો ઘાટ સર્જાયો છે.

પોતાની ઓફિસ કે ટેબલ ઉપર કર્મચારી હાજર ન હોવાં છતાં લાઈટ તથા પંખા જે-તે કર્મચારીની ખુરશીને પ્રકાશ તેમજ ઠંડક આપતા હોય છે. તાલુક પંચાયતના કર્મચારીઓ દ્વારા જ વીજળી બચાવો અભિયાનને અભરાઈએ ચઢાવી દીધી હોવાનો સૂર જાગૃતોમાં ઉઠયો છે.
આણંદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
આણંદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Read More: હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી
Read More: અમદાવાદના પોલીસ તંત્રમાં મચ્યો હડકંપ, 1124 પોલીસકર્મીઓની એક સાથે બદલી
Read More: ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
