meteorological department/ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે.

Gujarat
YouTube Thumbnail 70 હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતમાં હજુ તો શિયાળાની શરૂઆત થઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી એમ બેવડી ઋતુ ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ જોવા મળી શકે. રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતનાં જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે.

રાજ્યમાં દિવાળી પર્વનો આજે મહત્વનો દિવસ ધનતરેસ છે. દરમ્યાન 16 નવેમ્બરથી હવાનું હળવું દબાણ રહેતા છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દિલ્હી ઉપરાંત ગઈકાલે ગીર, સોમનાથ, તાલાલા, સાસણ, ભોજદે, ચિત્રોડ, બોરવાવા, ધાવા, મોરુકા, જશાપૂર અને અમૃત્વેલમાં વરસાદ થયો. જ્યારે જૂનાગઢમાં વરસાદી માહોલને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને પગલે શિયાળામાં મગફળી, જીરું અને સોયાબીન જેવા પાકમાં નુકસાન થવાનો ખેડૂતોને ભય છે.

દેશની રાજધાની દિલ્હીમાં ગઈ રાતે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો. ગુરુગ્રામ, નોઈડા, ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ થતા પ્રદૂષણ સમસ્યામાં રાહત મળી છે. દિલ્હીવાસીઓ માટે ગઈકાલે રાતે વરસાદનું આગમન એક આર્શીવાદરૂપ બન્યું. કેમકે છેલા કેટલાક સમયથી AQI સ્તર 500થી વધતા લોકો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નેશનલ એર ક્વોલિટી ઈન્ડેક્સ અનુસાર વરસાદ બાદ પણ આજે દિલ્હીમાં 10 નવેમ્બર, 2023ના રોજ AQI ગંભીર શ્રેણીમાં હોવાનું જોવા મળ્યું.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં હવાની ગુણવત્તામાં નજીવો સુધારો થયો છે. વિભાગે હવામાનમાં અચાનક ફેરફાર અને હળવા વરસાદને કારણે એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધુ મોટા ફેરફાર થયાના કોઈ સંકેત નથી તેમ જણાવ્યું. દિલ્હીમાં થયેલ હળવા વરસાદ થયાની અસર અન્ય વિસ્તારો પણ જોવા મળશે. વરસાદને પગલે દિલ્હીનું આકાશ વાદળછાયું રહેશે. ગઈકાલે દેશમાં રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો. રાજ્યમાં અત્યારે બેવડી ઋતુ જોવા મળી રહી છે ત્યારે ડિસેમ્બરના અંત બાદ ઠંડીમાં વધારો થશે તેમ હવામાન વિભાગે આગાહી કરી.


whatsapp ad White Font big size 2 4 હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની કરી આગાહી, ખેડૂતોની ચિંતા વધી


આ પણ વાંચો : Delhi/ ભારત-અમેરિકા વચ્ચે આજે ‘ટુ પ્લસ ટુ’ સંવાદ, ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા!

આ પણ વાંચો : Uttar Pradesh/ ગોરખપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, 6 લોકોના કરૂણ મોત

આ પણ વાંચો : Dhanteras 2023/ ધનતેરસ પર ફક્ત આ એક કામ કરો , જીવનમાં ક્યારેય નહિ આવે મુશ્કેલીઓ