Junagadh/ ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્વનુ છે રૂપિયા નહી…

ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્વનુ છે રૂપિયા નહી…

Top Stories Gujarat
modi 18 ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્વનુ છે રૂપિયા નહી...

@ભાવેશ રાજપુત,અમદાવાદ

કેશોદનાં રસીલાબેન દેવળીયા નામનાં દર્દીને છેલ્લા 2 વર્ષથી એબ્ડોમીનલ પેઈન તથા વધારે માસિકની સમસ્યા સતાવતી હતી. તેમણે સોનોગ્રાફિ કરાવતા તેમને યુટેરસ તથા ઓવારીસમાં ગાંઠ છે તેવું સામે આવ્યુ હતુ.

પરિસ્થિતી સારી ના હોવાના કારણે પહેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં બતાવેલ ત્યાં તેમને એબ્ડોમીનલ હિસ્ટેરેક્ટોમી માટે ઓપેરશન ટેબલે ઉપર લીધા હતા અને સ્પાઈનલ એનસ્થેસીયા પછી પેટ પાર ચીરો મૂકીને ગર્ભાશય કાઢવાની પ્રોસેસ શરૂ કરેલ પરંતુ ગર્ભાશયના પાછળના ભાગે આંતરડા વધારે માત્રમાં ચોંટેલા હોવાથી તેમને સર્જનનો ઓપીનીયન લીધો હતો અને ઓપેરશન ટેબલે ઓપેરશન તાત્કાલિક બંધ કરીને પેટ પરનો ચીરો બંધ કરીને વોર્ડમાં શિફ્ટ કર્યા હતા.

modi 19 ગરીબ મહિલાની ફ્રીમાં સારવાર કરી તબીબે આપ્યો સંદેશ, જીવન મહત્વનુ છે રૂપિયા નહી...

ત્યાર બાદ તેઓએ રાજકોટમાં 2 હોસ્પિટલમાં બતાવ્યુ હતું ત્યાં 3-4 દિવસ દાખલ પણ રહ્યા પરંતુ પૈસાની અગવડતાના કારણે ત્યાંથી પાછા આવી ગયા ત્યાર બાદ રાજકોટ સિવિલમાંથી પણ તેમને ઓપેરશન માટે રેસ્પોન્સ ના મળતા રસીલા બેને ચાપરડા તથા વેરાવળની હોસ્પિટલમાં બતાવતા અમદાવાદ સિવિલમાં જવાની સલાહ મળી. દર્દીના સંબંધીએ 15 દિવસ પહેલા અમદાવાદનાં અંકુર મેટરનીટી હોસ્પિટલનાં તબીબ મોહિલ પટેલને દર્દની શારિરીક અને આર્થીક સ્થીતી જણાવતા ડૉ. મોહીલ પટેલે આ મહિલાની ની:શુલ્ક MRI કરાવતા મહિલાને એન્ડોમેટ્રિઓસિસ નામનો રોગ છે તેવું નિદાન થયું હતું.

એન્ડોમેટ્રિઓસિસ એક રોગ કે જે એક BENIGN કેન્સર કન્ડિશન છે જેમાં માસિક નો ભરાવો પેટ ની અંદર થઈ જાય છે તેથી માસિક આવતી વખતે તેમને પીડા ખુબ રહે છે. આ રોગમાં માસિકનો ભરાવો ગર્ભાશયની  આજુ બાજુ અંડકોષ તથા ટ્યુબ્સ તથા આંતરડામાં તેમજ મૂત્રાશયની નળીમાં પણ થાય છે. જેથી તે બધીજ વસ્તુ ગર્ભાશય સાથે ચોંટી જાય છે. અંડકોષમાં તો ચોકોકલ સીસ્ટ પણ થઈ જાય છે. આ બધીજ વસ્તુ રસીલા બેનના કેસમાં હતી. ડૉ, મોહિલ પટેલે આ મહિલા પાસેથી એક પર રૂપિયો લીધા વિનાં ઓપેરશન દૂરબીનથી કરીને ગર્ભાશય કાઢી આપ્યુ હતુ. આર્થીક સ્થીતીના કારણે હોસ્પિટલની મોંધી સારવારનો ખર્ચ ન ઉપાડી શકતા આ પરિવારને અમદાવાદની હોસ્પિટલમાં વિના ખર્ચે સારવાર મળતા તેઓએ પણ તબીબ અને હોસ્પિટલની ટીમનો આભાર માન્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…