Not Set/ ISROનાં વડા કે.સિવને 2020 નાં પ્રોજેક્ટને લઇ કર્યો ખુલાસો, ચંદ્રયાન-3 નાં પ્રોજેક્ટને મળી મંજૂરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નાં વડા કે.સિવન બુધવારે બેંગ્લોરમાં હતા. અહીં તેમણે ચંદ્રયાન 3 અને ગગનયાન વિશે માહિતી આપી હતી. ઇસરો ચીફ સિવન નવા વર્ષ નિમિત્તે વર્ષ 2020 માં ઇસરોનાં લક્ષ્યો અને યોજનાઓ વિશે માહિતી આપી રહ્યા હતા. અહીં જ તેમણે કહ્યું હતું કે, વર્ષ 2020 માં ઇસરો ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન શરૂ કરશે. […]

Top Stories India
K.Sivan ISROનાં વડા કે.સિવને 2020 નાં પ્રોજેક્ટને લઇ કર્યો ખુલાસો, ચંદ્રયાન-3 નાં પ્રોજેક્ટને મળી મંજૂરી

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નાં વડા કે.સિવન બુધવારે બેંગ્લોરમાં હતા. અહીં તેમણે ચંદ્રયાન 3 અને ગગનયાન વિશે માહિતી આપી હતી. ઇસરો ચીફ સિવન નવા વર્ષ નિમિત્તે વર્ષ 2020 માં ઇસરોનાં લક્ષ્યો અને યોજનાઓ વિશે માહિતી આપી રહ્યા હતા. અહીં જ તેમણે કહ્યું હતું કે, વર્ષ 2020 માં ઇસરો ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન શરૂ કરશે. સિવને એમ પણ કહ્યું કે, અવકાશ વિજ્ઞાન દ્વારા ઇસરોનાં પ્રયાસો દેશવાસીઓનાં જીવનમાં સુધાર લાવવાના છે. ઇસરો ચીફનાં જણાવ્યા અનુસાર ગયા વર્ષે બંને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટેની ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી.

ઇસરોનાં વડાએ કહ્યું કે, “2020 માં ઇસરો ઓછા ખર્ચે ચંદ્રયાન-3 મિશન શરૂ કરશે. ગગનયાનનાં અવકાશયાત્રીઓને જાન્યુઆરી 2020 નાં ત્રીજા અઠવાડિયાથી તાલીમ આપવામાં આવશે. ગગનયાનનાં મિશન માટે ચાર અવકાશયાત્રીઓની ઓળખ કરવામાં આવી છે. આ માટે રાષ્ટ્રીય કક્ષાની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. 2019 માં, અમે ગગનયાન પ્રોજેક્ટમાં ઘણી પ્રગતિ કરી છે રશિયા ઇસરોનાં ગગનયાન મિશનમાં મદદ કરી રહ્યું છે.

ડૉ.કે સિવને કહ્યું કે, ચંદ્રયાન-3 મિશન માટે સરકારને મંજૂરી મળી છે. ચંદ્રયાન-3 ઘણી ખરી રીતે ચંદ્રયાન-2 જેવું જ હશે. આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરાયું છે. તેનું રૂપરેખાંકન ચંદ્રયાન-2 જેવું જ હશે. ત્યાં લેન્ડર અને રોવર પણ હશે. આ સિવાય તેમણે દેશનાં બીજા અવકાશ બંદર વિશે પણ માહિતી આપી હતી. કે. સિવને કહ્યું કે આ માટે જમીન સંપાદન શરૂ કરવામાં આવી છે. બીજો પોર્ટ તામિલનાડુનાં તુતીકોરિન ખાતે હશે. નોંધનીય છે કે, આગામી દાયકા સુધી, ઇસરો પાસે મંગળ મિશનથી શનિ સુધીનાં ઘણા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ છે, જે ઝડપથી આગળ વધી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.