Corporation/ સુરતમાં નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ પર લાગ્યા ભષ્ટ્રાચારના આરોપ, ‘સ્ટોરી ટેલિંગ’માં કૌભાંડ

બાળકોને કોઈ ત્રીજી પાર્ટી એજન્સી દ્વારા ‘સ્ટોરી ટેલિંગ’ એટલે કે વાર્તા કરાવડાવી જોઇએ.આ અંગે  20 મી જૂને જ ‘સ્ટોરી ટેલિંગ’ના કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી

Top Stories Gujarat
5 42 સુરતમાં નગર પાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ પર લાગ્યા ભષ્ટ્રાચારના આરોપ, ‘સ્ટોરી ટેલિંગ’માં કૌભાંડ

રાજ્યમાં હાલ અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ત્યારે સુરતમાંથી પણ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, તમે વિચાર્યું પણ નહીં હોય તેવો આ કૌભાંડ બહાર આવ્યું છે.સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પર ભષ્ટ્રાચારના આરોપ  લાગી રહ્યા છે. સમિતિએ   100 શાળામાં વાર્તા કહેવા માટે એજન્શીને કામ સોંપવામાં આવ્યું હતું. આ એજન્શીને દરેક શાળામાં 1886 રૂપિયામાં એક-એક વાર વાર્તા કરાવડાવી હતી.જોકે જેને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સીએ સ્કૂલમાં જઈ વાર્તા કરવાને બદલે કાગળ પર જ વાર્તા કરી દીધી હતી.

હવે આ મુદ્દે રાદકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી હાલ આને મુદ્દો બનાવીને સમિતિને ઘેરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે બાળકોને કોઈ ત્રીજી પાર્ટી એજન્સી દ્વારા ‘સ્ટોરી ટેલિંગ’ એટલે કે વાર્તા કરાવડાવી જોઇએ.આ અંગે  20 મી જૂને જ ‘સ્ટોરી ટેલિંગ’ના કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરવામાં આવી અને એક કંપનીએ 20 મી જૂને જ ‘સ્ટોરી ટેલિંગ’ ની જાહેરાત માટે પોતાની અરજી મૂકી દીધી જાણે તે કંપની પાસે પહેલેથી જ અરજી માટેનો લેટર બનેલો તૈયાર જ હતો. ત્યારબાદ બીજી 2 કંપનીઓ એ પણ 21 મી જૂને ‘સ્ટોરી ટેલિંગ’ માટે અરજી મૂકી દીધી. બીજા દિવસ સાંજ સુધી ‘સ્ટોરી ટેલિંગ’ માટે ત્રણ કંપની ની અરજીઓ આવી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે જે ત્રણ અરજીઓ મુકાઈ છે તેમાંથી એક કંપની છે અને 2 વ્યક્તિગત લોકોએ અરજી આપી છે. કંપની નું નામ છે નિયા ક્રિએશન્સ અને 2 વ્યક્તિગત લોકો ના નામ છે નૂપુર ગજેરા અને છેલના શાહ. આ માહિતી પરથી આમ આદમી પાર્ટીએ ત્રણએ વ્યક્તિઓના સરનામાંની તપાસ કરતા સરનામા ઉપર આવી કંપની કે વ્યક્તિ અસ્તિત્વ જ ધરાવતી ન હોવાનું બહાર આવ્યું હતું. જેને કામ આપવામાં આવ્યું છે એ નિયા ક્રિયેશન કંપની દ્વારા શાળામાં વાર્તા કરવામાં આવી કે નહિ એ બાબતે તપાસ કરતા વાર્તા થઇ જ ન હોવાનું ખુલ્યું હતું.

નોંધનીય છે કે સ્ટોરી ટેલિંગના 1200 રૂપિયા ચાર્જ કર્યા છે અને GST પણ લગાવ્યો છે. ટોટલ 1886 રૂપિયા એક વાર સ્ટોરી ટેલિંગ નો ખર્ચો બતાવામાં આવ્યો છે. અને અંદાજિત 400-500 રૂપિયા મટીરીયલ ચાર્જ પણ લગાવ્યો છે.પરંતુ આ સ્ટોરી ટેલિંગમાં એવા કોઈ મટિરિયલનો ઉપયોગ નથી કરવામાં આવતો કે દર વખતે આટલો ખર્ચ થાય. અમે નિયા ક્રિયેશનની ઓફિસે 7-8 લોકોનો સ્ટાફ છે. સ્ટાફમાં એમને 100થી વધુ શાળાઓમાં કેવી રીતે કામ કર્યું જે તેમનો દાવો છે. એજન્સી પાસે પ્રૂફ પણ નથી કે 100થી વધુ શાળાઓમાં કાર્યક્રમ કર્યા છે.