effect/ કચ્છમાં પાકિસ્તાનમાં થયેલ અતિવૃષ્ટિની અસર,રણમાં પાણી જ પાણી,જુઓ વીડિયો

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિથી ભારે પ્રભાવિત થયો છે,જેના લીધે 1300 લોકોના મોત નિપજ્યા છે અને હજુપણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે,

Top Stories Gujarat
5 કચ્છમાં પાકિસ્તાનમાં થયેલ અતિવૃષ્ટિની અસર,રણમાં પાણી જ પાણી,જુઓ વીડિયો
  • કચ્છમાં પાકિસ્તાનમાં થયેલ અતિવૃષ્ટિની અસર કચ્છમાં
  • કચ્છના રણમાં જોવા મળ્યા પાણી જ પાણી
  • ધોળાવીરા- ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યાં
  • પાણીના કારણે અનેક જગ્યાએ માર્ગ ધોવાયો
  • ભારે પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયો

પાકિસ્તાનમાં પૂરની સ્થિતિથી ભારે પ્રભાવિત થયો છે,જેના લીધે 1300 લોકોના મોત નિપ્જયા છે અને હજુપણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે, આ પૂરનો પાણી હવે ભારતના કચ્છમાં પણ ફી વળ્યું છે.પાકિસ્તાનમં થયેલી અતિવૃષ્ટિની અસર કચ્છમાં જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં પડેલા અનરાધાર વરસાદના પાણી હવે કચ્છમાં ફરી વળ્યા છે, ત્યારે રણ જાણે દરિયામાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના અતિવૃષ્ટિના પાણી કચ્છમાં ઘૂસી ગયા છે અને અહીં ધોળાવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. પાકિસ્તાથી આવેલા વરસાદી પાણીને લીધે માર્ગ ધોવાઇ ગયા છે. અનેક જગ્યાએ માર્ગ ધોવાયા હોવાની ફરિયાદો સ્થાનિક લોકો કરી રહ્યા છે, ત્યારે એના લીધે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ત્યાંના પાણી ગુજરાતના કચ્છમાં ફરી વળતાં કચ્છનું રણ જાણે દરિયામાં ફેરવાયું છે. પાકિસ્તાનના પુરના પાણી કચ્છમાં ફરી વળતાં સ્થાનિક લોકો માટે પણ મુશ્કેલી ઉભી થઇ છે. એટલું જ નહીં, મોટા પ્રમાણમાં પાણી રસ્તાઓ પર ફરી વળતાં રસ્તાઓ પણ ધોવાઇ ગયા છે. ખાસ કરીને ધોળવીરા-ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. ઉપરાંત આ પૂરના પાણીને લીધે અનેક માર્ગ ધોવાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.