મહીસાગર/ આ પ્રાંત અધિકારી અને અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ, બન્યો ચર્ચાનો વિષય

મહીસાગર જિલ્લા માં દલિત સમાજના કર્મચારી કલાર્કના આત્મહત્યાના મામલામાં સંતરામપુર પ્રાંત અધિકારી વિરુદ્ધ તેમજ અન્ય અધિકારી , કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા ખળભળાટ

Gujarat Others
Untitled 19 આ પ્રાંત અધિકારી અને અન્ય કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ, બન્યો ચર્ચાનો વિષય

@વિશાલ સિંહ સોલંકી 

મહીસાગર જિલ્લાના સંતરામપુરના પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા મહીસાગર જિલ્લાની એડીસનલ કોર્ટનો આદેશ થી સમગ્ર જિલ્લામાં અધિકારી અને કર્મચારીમાં ચર્ચાનો વિષય બન્યો છે મહીસાગર જિલ્લા ના સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા કડાણા મામલતદાર કચેરીના દલીત ક્લાર્કને હેરાન કરવામાં આવતા કલાર્કએ આત્મહત્યા કરી હતી.

કર્મચારી દલીત કલાર્ક અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ, પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે મુખ્યમંત્રીને કરી હતી લેખિત ફરિયાદ 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ 29 જાન્યુઆરીએ  કડાણા મામલતદાર કચેરીના કલાર્ક અલ્પેશ માળીએ બાલાસિનોરમાં પોતાના ઘરે  આત્મહત્યા કરી લીધી હતી.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા અંગે કરવામાં આવી હતી નોંધ પરંતુ  કોઈ ઠોસ કામગીરી  કરવામાં નહતી આવી. સમગ્ર મામલો મીડિયામાં આવતા દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા  રજૂઆત કરવામાં આવી હતી.

કલાર્ક અલ્પેશ માળીની બહેને પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે કસૂરવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા કોર્ટમાં એડવોકેટ સોનાલી ચૌહાણ મારફતે ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી.

સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ નાયબ મામલતદાર મહેસુલ એ વી વલવાઈ, તેમજ નિલેશ શેઠ વિરુદ્ધ ફરીયાદ નોંધવા ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી ક્રિમિનલ ઇન્કવાયરી ગ્રાહ્ય રાખી મહીસાગર પોલીસને આ તમામ વિરુદ્ધ આઈ પી સી ની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ પણ વાંચો:રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ