વિવાદ/ ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય થતા જ સાળંગપુર વિવાદનો સુખદ અંત

મંગળવાર સવાર સુધી ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે જેના લીધે સનાતન ધર્મના લોકોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Top Stories Gujarat
1 2 ભીંતચિત્રો હટાવી લેવાનો નિર્ણય થતા જ સાળંગપુર વિવાદનો સુખદ અંત
  • સાળંગપુર વિવાદ માં અંતે સમાધાન..
  • વિવાદાસ્પદ ચિત્રો હટાવવાનો લેવાયો નિર્ણય..
  • મંગળવાર સવાર સુધીમાં ભીતચિત્રો હટાવી દેવામાં આવશે
  • આખા વિવાદમાં સરકારની મધ્યસ્થી બાદ સમાધાનનો માર્ગ થયો ખુલ્લો
  • મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી સાથે સાધુ સંતોની બેઠક યોજાયા પછી વિશ્વ હિન્દુપરિષદ સાથે પણ યોજાઈ ગઈ બેઠક
  • બંને બાજુ હકારાત્મક વલણ રાખવામાં આવતા અંતે સમાધાન થયું

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇને ભારે વિવાદ થયો હતો અંતે તે વિવાદનો સુખદ અંત આવ્યો છે.મંગળવારે એટલે કે  5 સપ્ટેમ્બર  સુધીમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવામાં આવશે. આ સમગ્ર વિવાદમાં સરકારની મધ્યસ્થતા બાદ સમાધાનનો માર્ગ ખુલ્લો થયો છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે સાધુ સંતોની બેઠક યોજાયા પછી અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે વિશ્વ હિન્દુપરિષદ સાથે પણ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો બેઠક યોજાઈ હતી. બંને બાજુ હકારાત્મક વલણ રાખવામાં આવતા અંતે સમાધાન થયું  છે.

ઉલ્લેખનીય છે કે હનુમાનજીને દાસ તરીકે દર્શાવતા સાનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી જેના લીધે વિવાદ વધુ વકર્યો હતો પરતું આ વિવાદમાં સરકારની મધ્યસ્થીની ભૂમિકાના લીધે સમાધાન નીકળ્યો હતો. આ  મહત્વની બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદ પણ સામેલ હતું.