સાબરકાંઠા,
સાબરકાંઠા જીલ્લા ભાજપની સંગઠનની કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. આગામી લોકસભાને લઇને યોજાયેલી બેઠકમાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઉપસ્થિત રહીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર વાર કર્યા હતા અને સરદાર પટેલની જુતા અને ભંગાર ની સાથે સરખામણી કોંગ્રેસ પ્રમુખે કરી હોવાનુ ગણાવી સરદાર પટેલના અપમાનને લઇને કોંગ્રેસ પર સવાલો કર્યા હતા અને અપમાનની માફી મંગાવવા માટે ભાજપ વિરોધ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોખંડી પુરુષ ગણાવી ધ્યેય સ્વરુપ લોહ પુરુષ સરદારની પ્રતિમાનુ અનાવરણ કરનાર હોઇ કોંગ્રેસ અપમાન કરી રહી હોવાનુ ગણાવ્યુ હતુ. આ ઉપરાંત હાલમાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલીકાની ચુંટણીઓમાં આઠ માંથી કોંગ્રેસ ત્રણ બેઠકો જ જીતીને પાંચ બેઠકો ઓછી કરી હોવાને લઇને પણ ગુજરાતની પ્રજામાં હજુ પણ કોંગ્રેસ થી વિમુખ થઇ રહી હોવાનુ ગણાવ્યુ હતુ.

સાબરકાંઠાના હિંમતનગરના ઢુંઢર નજીક ચૌદ માસની બાળકી પર બળાત્કાર ગુજારવાને લઇને દુખ વ્યક્ત કર્યુ હતુ અને આ મામલામાં આરોપીને કડક સજા થાય તે માટે પણ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને પણ ધ્યાન દોરવામા આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. તો આવી ઘટનામા કોંગ્રેસના શાશન વેળા કચાસને લઇને યેનકેન પ્રકારે છુટી જતા હતા અને એમ ના થાય એ માટે પણ કડક કાર્યવાહી કરવા માટે ધ્યાન દોરવામાં આવ્યુ હોવાનુ જણાવ્યુ હતુ.
૧. સરદાર પટેલને જુતાની સાથે સરખામણી કરાઇ હતી અને સરદાર પટેલનુ જે અપમાન કરાયુ છે અને કોંગ્રેસે તેમના પ્રત્યે અપમાનની જ માનસીકતા રાખી છે અને તેમના માટે જે કુચેષ્ટા કરી છે તેવા આક્ષેપો કરી ને ભાજપ હવે આક્રમક બનીને રાહુલ ગાંધી માફી માંગે તે માટે દેખાવો કરશે
૨. નગરપાલીકાની ચુંટણીઓમાં આઠ માંથી કોંગ્રેસ ત્રણ બેઠકો જ જીતીને પાંચ બેઠકો ઓછી કરી હોવાને લઇને પણ ગુજરાતની પ્રજામાં હજુ પણ કોંગ્રેસ થી વિમુખ થઇ રહી છે
૩. બાળકી પર બળાત્કાર ગુજારવાને લઇને દુખ વ્યક્ત કર્યુ હતુ અને આ મામલામાં આરોપીને કડક સજા થાય તે માટે પણ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાનને પણ ધ્યાન દોરવામા આવ્યુ છે. આવી ઘટનામા કોંગ્રેસના શાશન વેળા કચાસને લઇને યેનકેન પ્રકારે છુટી જતા હતા
