Gujarat Weather/ રાજ્યમાં ફરી વધ્યો ઠંડીનો ચમકારો, તાપમાન ગગડ્યું

રાજ્યમાં ઠંડીની સીઝન જામવા માંડી છે. તેના પગલે તાપમાનમાં ઘટાડો થવા લાગ્યો છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાન નીચે જવા માંડ્યુ છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 10થી 15 ડિગ્રીની વચ્ચે રહેવા લાગ્યું છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News: રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરીથી જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઠંડીમાં અચાનક જ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 11.2 ડિગ્રી સાથે નલિયા (Naliya) સૌથી ઠંડુગાર છે. જ્યારે વડોદરામાં 11.8 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું અને રાજકોટમાં 15.3 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં 15.30 ડિગ્રી અને અમદાવાદમાં પણ 15.4 ડિગ્રી તાપમાન હતુ.

તાપમાનમાં ઘટાડો

સુરતમાં 18.9 ડિગ્રી તાપમાન હતુ તો અમરેલીમાં 12.6 ડિગ્રી તાપમાન હતુ. પોરબંદરમાં 12.9 તો ડીસામાં 14 ડિગ્રી તાપમાન હતું. ભુજમાં 14.4 ડિગ્રી તો દીવમાં 16.4 ડિગ્રી તાપમાન હતું. કંડલામાં 17 ડિગ્રી, દમણમાં 17.4 ડિગ્રી, ભાવનગરમાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.1 ડિગ્રી, દ્વારકામાં 19.2 ડિગ્રી અને ઓખામાં 21.6 ડિગ્રી તાપમાન હતુ. આગામી 24 કલાકમાં પારો વધુ નીચે જાય તેવી આગાહી છે.

આખા દેશમાં આમ પણ ઠંડીનો ચમકારો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ઠંડીએ લોકોને ઠૂઠવાતા કરવાનું શરૂ કરી દીધું છે. લોકોએ સ્વેટર બહાર કાઢી દીધા છે. રાત્રે ગરમાગરમ તાપણા સળગવા માંડ્યા છે. લોકોએ તાપણાની સાથે-સાથે ગરમાગરમ ચાની ચૂસકી લેવાનો પ્રારંભ કર્યો છે.

હવામાન શુષ્ક રહેશે

સૌરાષ્ટ્ર-કચ્છના (Saurashtra-Kutch) મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 11થી 13 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત (North Gujarat) અને મધ્ય ગુજરાતમાં 13-14 ડિગ્રીની આસપાસ રહ્યું છે.આગામી 24 કલાક સંપૂર્ણપણે શુષ્ક હવામાન રહેશે કોઈ વરસાદની શક્યતા નથી. તેમજ 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો શક્ય છે. 24 ડિસેમ્બર સુધી ઠંડા પવનો ચાલુ રહેવાથી સવારે-રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થશે. ગિરનાર, સાપુતારા જેવા ઉચ્ચ પ્રદેશોમાં તાપમાન 5 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, સવાર-સાંજ ઠંડી, દિવસમાં ગરમી, કચ્છનું નલિયા સૌથી ઠંડુ

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી શરૂ, નલિયામાં તાપમાન 9.8°C સુધી ઘટ્યું

આ પણ વાંચો: હિમવર્ષાની અસર ગુજરાત સુધી, રાજ્યભરમાં ઠંડીમાં વધારો