દિલ્હી પોલીસનાં વિશેષ સેલે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) ની વિદ્યાર્થી શેહલા રશિદ સામે એફઆઈઆર દાખલ કરી છે. શેહલાએ થોડા દિવસો પહેલા ભારતીય સેના વિશે કેટલાક વાંધાજનક ફેક ટ્વીટ્સ કરી હતી, જે પછી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સમાચાર અનુસાર, શેહલા વિરુદ્ધ દેશદ્રોહની શ્રેણી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટનાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ગુનાહિત ફરિયાદ પર દિલ્હી પોલીસે આજે આ એફઆઈઆર દાખલ કરી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં શેહલા રશિદ પર ભારતીય સેના વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ તેની ધરપકડ કરવાની માંગ કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યાનાં કેટલાક દિવસો પછી, જેએનયુનાં વિદ્યાર્થી સંઘનાં ભૂતપૂર્વ ઉપપ્રમુખ શેહલા રશિદે કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ પર સેનાને લઇને ફેક ટ્વીટ કરી હતી. શેહલાનાં દાવાઓને નકારી કાઠતા સેનાએ તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમની સામે સુપ્રીમ કોર્ટનાં વકીલ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા ગુનાહિત ફરિયાદ નોંધાઈ હતી.
Delhi Police today filed an FIR on criminal complaint by Supreme Court lawyer Alakh Alok Srivastav. The complaint had sought the arrest of activist Shehla Rashid for allegedly spreading fake news against Indian Army. pic.twitter.com/evhf5Bgb9Q
— ANI (@ANI) September 6, 2019
શેહલાએ એક પછી એક અનેક ટ્વીટ્સ કરી હતી અને સેના પર ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે, સુરક્ષા દળો રાત્રે લોકોનાં ઘરોમાં ઘૂસીને છોકરીઓને ઉઠાવી રહ્યા છે. શેહલાએ ફેક દાવા કર્યા હતા કે સુરક્ષા દળો ફ્લોર પર રાશન ફેલાવી તેમા તેલ ઉમેરી રહ્યા છે અને લોકોને ત્રાસ આપી રહ્યા છે. શેહલા અગાઉ પણ ઘણી વાર ફેક અને વિવાદાસ્પદ ટ્વીટ્સ કરી ચુકી છે. પુલવામા આતંકી હુમલા બાદ તેણે કરેલા ટ્વીટ્સ વિરુદ્ધ દહેરાદૂનમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આટલું જ નહીં, શેહલાએ 2018 માં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી વિરુદ્ધ ફેક ટ્વીટ પણ કરી હતી, જો કે પાછળથી તેણે તેને મજાક બતાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
