Congress leader/ અમૃતકાળમાં સામાન્ય ભારતીયોના ‘ખાલી ખિસ્સા’, રેલ અકસ્માત મામલે કોંગ્રેસ નેતાઓના કેન્દ્ર સરકાર અને PM મોદી પર પ્રહાર

લોકસભામાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. ચોમાસા સત્ર દરમ્યાન વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ બજેટ, નીટ અને રેલ્વે અકસ્માત મુદ્દે સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે.

Top Stories India Breaking News Uncategorized

Delhi News: લોકસભામાં સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. ચોમાસા સત્ર દરમ્યાન વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ બજેટ, નીટ અને રેલ્વે અકસ્માત મુદ્દે સરકાર અને પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યા છે. તાજેતરમાં રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી  સરકાર અને ઉદ્યોગપતિઓ પર નિશાન તાકતા કહ્યું કે નરેન્દ્ર મોદીના અમૃતકાળ દરમિયાન સામાન્ય ભારતીયોના ‘ખાલી ખિસ્સા’ પણ કાપવામાં આવી રહ્યા છે.  મૈત્રીપૂર્ણ ઉદ્યોગપતિઓ પાસેથી રૂ. 16 લાખ કરોડ માફ કરનાર સરકારે ગરીબ ભારતીયો પાસેથી રૂ. 8500 કરોડ વસૂલ કર્યા છે જેઓ ‘લઘુત્તમ સંતુલન’ પણ જાળવવામાં અસમર્થ હતા.

‘દંડ પ્રથા’ એ મોદીના ચક્રવ્યૂહનો દરવાજો છે જેના દ્વારા સામાન્ય ભારતીયની કમર તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ યાદ રાખો ભારતના લોકો અભિમન્યુ નથી પણ અર્જુન છે, તેઓ જાણે છે કે ચક્રવ્યુહ તોડીને તમારા દરેક અત્યાચારનો જવાબ કેવી રીતે આપવો.

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે ભારતની વ્યવસ્થા ખોરવાઈ છે. મોદી સરકાર વિકાસના નામે કહેવાતી વાતો કરી રહી છે. ચીન ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. ચીને પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠાને જોડતો પુલ બનાવ્યો છે જે આપણા LACની નજીકના ક્ષેત્રમાં છે. તેમજ ચીને ડેમચોક સેક્ટરમાં LACની સાથે એક નવું ગામ બનાવવાનું પણ શરૂ કર્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનનો આતંકવાદ વધી રહ્યો છે અને નાગરિકોના મોત થઈ રહ્યા છે.

પવન ખેરા

કોંગ્રેસ નેતા તાજેતરમાં થયેલ રેલ અકસ્માતોને લઈને મોદી સરકારને નિશાન બનાવી રહ્યા છે. જુલાઈમાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત, 19 જુલાઈના રોજ ગુરાતના વલસાડમાં ગુડસ ટ્રેન પાટા પરથી ઉતરી. 20 જુલાઈએ યુપીના અમરોહમાં માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 21 જુલાઈ પશ્ચિમ બંગાળના રાણાઘાટમાં માલગાડી પાટા પરથી ઉતરી, 26 જુલાઈએ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં રેલ્વે સ્ટેશન પર ગુડસ ટ્રેન પાટા પરથી ઉતરી. 29 જુલાઈ બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને 30 જુલાઈ ઝારખંડના ચક્રધરપુરમાં હાવડા એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરતા 2ના મોત અને 20 લોકો ઘાયલ થયા.

પ્રિયંકા ગાંધી વાડ્રા

આજે ઝારખંડમાં ભયાનક ટ્રેન દુર્ઘટનામાં બનવા પામી. આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા. આ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે ઝારખંડમાં ટ્રેન અકસ્માતના સમાચાર દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. હું ઘાયલો માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

રેલ્વે સામાન્ય લોકોની સવારી તરીકે ઓળખાતી હતી, પરંતુ હવે સામાન્ય લોકો માટે ન તો સગવડ રહી છે કે ન તો સલામતી. છેલ્લા 2 અઠવાડિયામાં અડધો ડઝનથી વધુ અકસ્માતો થયા છે, જેમાં સામાન્ય લોકો જીવ ગુમાવી રહ્યા છે. પરંતુ રેલ્વે મંત્રી અને સરકારના બહેરા કાને પડયા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો

આ પણ વાંચો: દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વચગાળાની જામીન મામલે થશે સુનાવણી

આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીને આ શું થયું? હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ શું કહ્યું