Ahmedabad News/ અમદાવાદના બોપલમાં બની વિચિત્ર ઘટના! પૂર્વ ફિયાન્સીએ સગાઈ તૂટ્યાનો લીધો બદલો

ઈજાગ્રસ્ત યુવકને નજીકના લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના બોપલ(Bopal)માં એક વિચિત્ર ઘટના બની છે, જેમાં પૂર્વ મંગેતરે યુવાનને ચપ્પાથી ઘા કરી અને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના CCTV સામે આવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં ગજબની ઘટના બની છે. આરોપી મહિલા અને યુવકની 13 વર્ષ પહેલા સગાઈ થઈ હતી પરંતુ યુવકે સગાઈ તોડી નાખી હતી, તેથી તેના પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો હતો.  મતભેદને કારણે યુવકે સગાઈ તોડી નાખી હતી, તેથી યુવતીએ ચપ્પા વડે મારવાનો પ્રયાસ કર્યો. સામાન્ય રીતે યુવક યુવતીને ઈજા પહોંચાડતો હોય તેવી ઘટના જોવા મળી છે, ત્યારે અહીં યુવતીએ જ મામલો જાતે સેટલ કરવાનું નક્કી કર્યુ હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ઈજાગ્રસ્ત યુવકને નજીકના લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘાયલ જય પટેલ પર રિંકી ઉર્ફે રિંકુ પટેલે હુમલો કર્યો હતો, પોલીસે આરોપી મહિલાને શોધવા માટે એક ટીમ બનાવી છે અને CCTVના આધારે તપાસ કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઉપલેટા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો:પ્રેમાંધ કાકી-ભત્રીજા! લિવ-ઈનમાં રહેવા લાગ્યા, બાદમાં મહિલા સાથે જે થયું તે…

આ પણ વાંચો:અમદાવાદમાં સરખેજમાં થયેલી હત્યામાં મોતનું કારણ બન્યો પૈસો!